બોગસ તબીબ:ભરૂચના કસક વિસ્તારમાંથી ડીગ્રી વિનાનો તબીબ ઝડપાયો

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તબીબ પાસે પ્રમાણપત્ર જ ન હતાં
  • ક્લિનિકમાંથી વિવિધ દવાઓ સહિત 6 હજારનો મુદ્દામાલ જપ્ત

સમગ્ર જિલ્લામાં અમુક બોગસ તબીબો આર્યુવૈદિક અથવા તો બી.એચ.એમ.એસની ડિગ્રી સાથે એલોપેથીક દવાઓથી બિમાર દર્દીઓની સારવાર કરતા હોય છે. ત્યારે કેટલાક એવા પણ બોગસ તબીબો છે જેઓની પાસે કોઈપણ જાતની ડીગ્રી નહી હોવા છતાં પણ સારવાર કરે છે.જેથી કોઇ પણ વ્યક્તિએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનામાં જતા પહેલા ડોક્ટર વિશે જરૂરી ચકાસણી કર્યા બાદ જ જવું જોઇએ.વાત કરીએ ભરૂચ જિલ્લાની તો કોરોના કાળ દરમિયાન અનેક બોગસ તબીબો પોલીસના હાથે પકડાઈ ચુક્યા છે.

જાણે કે ભરૂચ જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે ત્યારે ભરૂચ શહેરની સી ડિવિઝન પોલીસે કસક વિસ્તારમાં આવેલા અપ્સરા એપાર્ટમેન્ટમાં મીરા આયુર્વેદિક ઔષધ કેન્દ્ર નામથી કોઈ જાતની મેડિકલ ડિગ્રી વગર કેન્દ્ર ચલાવતા વધુ એક બોગસ તબીબ મોગલ મીરાશાહ મસ્તાનવી નામના મૂળ વડોદરા નાગરવાડાનાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી મેડિકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન સાથે કુલ રૂ.6036 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસે બોગસ તબીબ સામે આઇપીસી કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...