તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મદિવસની અનોખી ઉજવણી:ભરૂચના ડોક્ટરે પાંજરાપોળમાં ગાયને ઘાસ અને શાકભાજી ખવડાવી જન્મ દિવસ ઉજવ્યો

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટર કિરણ છત્રીવાલાએ તેમનો જન્મ દિવસ ભરૂચ પાંજરાપોળમાં મનાવ્યો

ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલના આસિસ્ટન્ટ ડોક્ટર કિરણ છત્રીવાલાએ તેમનો આજરોજ જન્મ દિવસે ભરૂચ પાંજરાપોળ ખાતે ગાય માતાને ઘાસ અને શાકભાજી ખવડાવી જન્મ દિવસ ઉજવ્યો છે.

કોરોના દૂર થાય એવી ગાય માતા પાસે પ્રાર્થના કરવામાં આવી

હાલમાં કોરોના મહામારી ચાલતી હોય તબીબ દ્વારા એવી પ્રતિજ્ઞા પણ લેવામાં આવી કે મારાથી જેટલી સેવા થશે એટલી સેવા હું કરતો રહીશ. ડોક્ટર દ્વારા આહવાન પણ કરવામાં આવ્યું કે દરેક જણ પોતાનો જન્મદિવસ ભરૂચ પાંજરાપોળ ખાતે આવીને ગાય માતાની પૂજા કરી ઘાસ ખવડાવીને ઉજવવો જોઈએ. હાલમાં કોરોનાની મહામારી ચાલતી હોય ડોક્ટર દ્વારા પ્રાર્થના કરવામાં આવી કે બધા દર્દી લોકો જલ્દી સારા થઈ જાય અને વહેલી તકે પરિવારની સાથે મળે. ભારતમાંથી જલ્દી કોરોના દૂર થાય એવી આજના દિવસે ગાય માતા પાસે પ્રાર્થના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...