તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:ઈલ્લાજીની ધુળેટીના દિવસે સ્મશાન યાત્રા યોજાઇ

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જંબુસર ટાઉનમાં પટેલ ખડકીમાં પરંપરા મુજબ અનોખી રીતે હોળીની ઉજવણી કરાઇ

જંબુસર શહેરની પાંજરાપોળ પટેલ ખડકીમાં હોળીના દિવસે ઈલ્લાજી ની માટીની પ્રતિમા બનાવી ધુળેટીના દિને સવારે પૂર્વજોની પરંપરા મુજબ તેની સ્મશાનયાત્રા કઢાય છે,જેમાં વિસ્તારના લોકો મોર્ટી સંખ્યામાં જોડાય છે.ત્યાં બાદ ધુળેટીનો તહેવાર મનાવાય છે. જંબુસરમાં આવેલી પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં તેમના બાપ-દાદાઓના સમયથી પરંપરાગત રીતે અનોખી હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે.

પટેલ ખડકીમાં રહેતા લોકો દ્વારા પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટી લાવીને ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે.જેના ઉપર ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ ઈલ્લાજીને નનામીમાં સુવડાવી ફૂલહાર ચઢાવી આરતી ઉતારી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાપ- દાદાના સમયથી ચાલતી આવેલી લોકવાયકા મુજબ ઈલ્લાજી હોલીકાનો પ્રેમી હતો અને હોળીકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે બીજા દિવસે ઇલ્લાજી તેની સાથે લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે.પરંતુ હોલિકાનું દહન થઈ ગયું હતું તે સમયે તેની રાખ જોઈને તેને ઘણુંજ દુઃખ થતા તેનું મન વિચલિત થઈ ગયું હતું.જેથી તે ભાવવિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે અને તે સમયે અલગ -અલગ કલરના રંગો ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે.જેથી આ ખડકીમાં રહેતા લોકો તેની યાદમાં હોળીના દીવસે ઈલ્લાજીની પ્રતિમાનું સ્થાપન કરીને બીજા દિવસે સ્મશાનયાત્રા કાઢીને વર્ષોની પરંપરાને નિભાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો