હિટ એન્ડ રન:ભરૂચના ચાવજ ગામે બાઈક સવાર દંપતીને કાર ચાલકે મારી ટક્કર, પત્નીનું મોત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં
  • અકસ્માત અંગે સી.ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભરૂચના ચાવજ ગામમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કાર ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર દંપતીમાંથી પત્નીનું સ્થળ પર જ કરૂણ મોત થયું હતું. જ્યારે પતિને ઈજા પહોંચી હતી. જેથી તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. આ અકસ્માત અંગે સી.ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભરૂચના ચાવજ ગામ પાસે આવેલી રંગસીટી સોસાયટીમાં રહેતા ઉમેશ જયંતિભાઈ પટેલ પોતાની પત્ની ભારતીબેન સાથે બાઈક નંબર લઈ આશ્રય સોસાયટી પાસેની રાજીવ નગર સોસાયટીમાં કામ અર્થે ગયા હતા. જેઓ રાતે સવા આઠેક વાગ્યાના અરસામાં પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ચાવજ ચોકડી પસાર કરી રંગસીટી સોસાયટીના વણાંક નજીક પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ મર્સીડીઝ કાર નંબર-જી.જે.05.સી.આર.6868ના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં પત્નીનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે ઉમેશ પટેલને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...