કાર્યવાહી:ભરૂચમાં બાળમજૂરી કરાવતાં શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રવણ ચોકડી પાસે પંક્ચરની દુકાનમાં દરોડો

ભરૂચના શ્રમ અધિકારીએ શહેરના શ્રવણ ચોકડી પાસેની આવેલી એવન ટાયર પંક્ચર નામની સાઇકલ રિપેરિંગ અને પંક્ચરની દુકાનમાં ચેકિંગ કર્યું હતું. જેમાં દુકાનનો સંચાલક 13 વર્ષના એક બાળક પાસે કામ કરાવતો હોવાનું માલુમ પડ્યું હતું. ભરૂચ જિલ્લાની મદદનીશ શ્રમ આયુક્ત કચેરીના સરકારી શ્રમ અધિકારી રશ્મી મનિષ ચૌધરી (રહે. મહર્ષીવીલા, ઓસારા રોડ, ભરૂચ)ને એક નનામી અરજી મી હતી કે, અમુક સ્થળે બાળમજુરી કરાવાય છે. જેના પગલે તેમણે તેમની ટીમ અને પોલીસની મદદથી વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

જેમાં તેમણે શ્રવણ ચોકડી પાસે આવેલી દત્તકૃપા શોપિંગ સેન્ટરમાં આવેલી એવન ટાયર પંક્ચર નામની દુકાનમાં તપાસ કરતાં ત્યાં એક બાળક કામ કરતો મળી આવ્યો હતો. પુછપરછમાં તેનું નામ નૌશાદઆલમ નસીર શેખ (રહે.મિલનનગર, નંદેલાવ) હોવાનુ માલુમ પડ્યું હતું. ઉપરાંત તેને માસિક 3 હજારના વેતન પર મજુરીકામ કરાવાનું હોવાનું પણ બહાર આવ્યું હતું. તેમણે તુરં સંચાલક મોહંમદ અનવર જલીલ શેખ વિરૂદ્ધ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કિશોર ન્યાય અધિનિયમની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...