તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સરકારી જમીન પર બાંધકામ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઇ

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું
  • જિલ્લા કલેક્ટરને અરજી કરાતાં કલેક્ટરે ફરિયાદનો હૂકમ કર્યો

ભરૂચના શુક્લતીર્થ ગામે એક શખ્સે સરકારી જમીન પર 3 દુકાનનું બાંધકામ શરૂ કરી દીધું હતું. જે અંગે ગામના એક જાગૃત નાગરિકે કલેક્ટર કચેરીમાં અરજી કરતાં કલેક્ટરે મામલાની તપાસ કરાવી હતી. જેમાં ગેરકાયદે જમીન પચાવી પાડવાનો કારસો જણાતાં કલેક્ટરે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા હૂકમ કર્યો હતો. ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામે રહેતાં સંજય નટવર ગોહિલે કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી કે, શુક્લતીર્થ આઉટ પોલીસ સ્ટેશન પાસે નદી કિનારે જવાના રસ્તા પર ગ્રામ પંચાયત હત્સકની ખળીની જમીન આવેલી છે.

જેમાં ભુતકાળમાં સિઝન પ્રમાણે ખેડૂતો અનાજ મસળવાના ઉપયોગમાં લેતાં હતાં. દરમિયાનમાં 2019માં ખળીની જમીનના પુર્વ તરફ શેઢા પર ગામમાં જ રહેતાં કિશનસિંહ લક્ષ્મણસિંહ પ્રાકડાએ ગેરકાયદે ત્ણ દુકાનો ઉભી કરવાની કામગીરી શરૂ કરી હતી. જેના પગલે ગ્રામ પંચાયતે તે કામ બંધ કરાવ્યું હતું. જોકે, એક મહિના પહેલાં તેમણે પુન: દુકાનની કામગીરી શરૂ કરતાં આખરે કલેક્ટરમાં અરજી કરી હતી. જેના પર કલેક્ટર ડો. એમ. ડી. મોડિયાએ તપાસ કરાવતાં ગેરકાયદે દબાણ થયું હોવાનું માલુમ પડતાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા હૂકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...