તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મની ફરિયાદ:મહારાષ્ટ્રના ધુલિયાની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચારનાર યુવક સામે ફરિયાદ થઇ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂમમાં કપડાં લઈ આવાનું જણાવી દરવાજો બંધ કરી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું
  • અંકલેશ્વરના ખરોડ ગામના યુવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી

મહારાષ્ટ્રના ધુલિયા ખાતે રહેતી યુવતીના ખરોડ ગામના એસ. નગરમાં રહેતા મોહમદ શોક્ટ પટેલ સાથે લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. જે બાદ યુવતી ધુલિયાથી ભરુચ ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ એકલી આવી હતી. અને ખરોડ ગામના એસ. નગરમાં રહેતા મોહમદ શોક્ટ પટેલના ઘરે ગઈ હતી. તે દરમિયાન ઉપરના રૂમમાં કપડાં લઈ આવાનું જણાવી દરવાજો બંધ કરી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

યુવાને યુવતી સાથે લગ્ન કરવા ઇન્કાર કરતાં ફરિયાદ નોંધાઈ

જે બાદ ફરી ગત તારીખ 26મીના રોજ લાજ લેવાનો પ્રયાસ કરતાં તેણીએ યુવકના માતા-પિતાને જાણ કરી હતી. જેઓએ યુવતીને કોઈને જાણ નહિ કરવા જણાવ્યુ હતું. જે બાદ યુવાને યુવતી સાથે લગ્ન કરવા ઇન્કાર કરતાં તેણેએ મહારાષ્ટ્રના ધુલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જે ફરિયાદ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ઝીરો નંબરની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...