પોલીસકર્મીઓને 13 વર્ષની સજા:ભરૂચના બી ડિવિઝનમાં 19 વર્ષ પહેલા મુદ્દામાલ રૂમમાંથી થયેલી 25 લાખની ચોરીનો મામલો

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર સેવકનો સમાજ વિરોધી ગંભીર ગુનો : ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ
  • સમાજ સાથે ગુનાહિત વિશ્વાસઘાત, કડકમાં કડક સજા જરૂરી : સરકારી વકીલ

ભરૂચ ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટે 19 વર્ષ પહેલાંની શહેરના બી ડિવિઝન પોલીસ મથકના મુદ્દામાલ રૂમમાંથી 3 પોલીસ કર્મીઓએ જ ₹25 લાખની કરેલી ચોરીમાં 13 વર્ષની સાદી સજાનો હુકમ કર્યો છે.

વર્ષ 2003 માં 12 જૂન ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી જીલાની એસ.ટી.ડી. પી.સી.ઓ. માંથી હવાલા કાંડના આરોપીઓને રૂપિયા 25 લાખ રોકડા સાથે પડકી લીધા હતા.જે મુદ્દામાલ શહેર બી ડિવિઝનના મુદ્દામાલ રૂમમાં સલામત રાખવામાં આવ્યા હતા. જેની ચાવી તે સમયે ફરજ બજાવતા ક્રાઈમ હેડ રાઇટર રસિક જાતરભાઈ વસાવા, કોન્સ્ટેબલ રાજેન્દ્ર પરસોતમ પટેલ અને અશ્વિન સુકાભાઈ કટારા પાસે હોય તે સમયના પી.આઈ. રજા ઉપર હોય આ લાખોની રકમ ચોરી કરવા 21 જુલાઈ 2003 ના પ્લાન ઘડી કાઢ્યો હતો.રૂપિયા 25 લાખ ત્રણેય પોલીસ કર્મીઓએ ચોરી પ્લાન મુજબ મુદ્દામાલ રૂમની પાછળ બાકારું પાડ્યું હતું. જોકે તેઓ ઝડપાઇ જવા સાથે ચોરેલો મુદ્દામાલ રીકવર કરાયો હતો.

પોલીસ સ્ટેશનમાં જ 25 લાખની ચોરીની સનસનીખેજ ઘટનામાં તત્કાલીન રેન્જ આઈ.જી. રાકેશ અસ્થાના ભરૂચ દોડી આવી તે સમયે જિલ્લા પોલીસ વડા અમરસિંગ વસાવાને તલસ્પર્શી તપાસના આદેશ આપ્યા હતા. જેમાં તપાસમાં 3 પોલીસ કર્મીઓ જ ચોર નીકળતા રોકડા રિકવર કરી તેઓની ધરપકડ કરાઈ હતી. આ કેસ ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી.જેઠવાની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ તરીકે આર.કે.પટેલ અને ત્યારબાદ હાલના એ.બી.ધાસુરાએ દલીલો કરી હતી.કોર્ટની ટ્રાયલ દરમિયાન આરોપી પોલીસકર્મી અશ્વિન કટારા મૃત્યુ પામ્યા હતા. સરકારી વકીલ ધાસુરાએ દલીલમાં કોર્ટને કહ્યું હતું કે, આ સમાજ સાથે ગંભીર વિશ્વાસઘાત છે. સમાજ ઉપરનો ગંભીર પ્રકારનો ગુનો કડકમાં કડક સજા થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...