તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હૂકમ:ભરૂચ શહેરના કણબીવગામાં લેન્ડ ગ્રેબિંગ મામલે 3 સામે ગુનો નોંધાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ જમીન પર છેલ્લા 30 વર્ષથી ગેરકાયદે કબજો જમાવ્યો હતો
  • જિલ્લા કલેક્ટર સમક્ષ પ્રકરણ ચાલતાં ગુનો નોંધવા હૂકમ કર્યો

ભરૂચ શહેરના કણબીવગા વિસ્તારમાં એક શખ્સની જમીન પર એક પરિવારે 30 વર્ષ ઉપરાંતથી ગેરકાયદે કબજો કર્યો હતો. જેના પગલે સમગ્ર પ્રકરણ મુદ્દે તેમણે કલેક્ટરને અરજી કરી હતી. જેમાં કલેક્ટરે સ્થળનો પંચક્યાસ કરાવતાં ગેરકાયદે કબજો કરાયેલાનું ફલિત થતાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા હૂકમ કરતાં જમીનના માલિકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચ શહેરમાં આવેલાં કણબીવગા વિસ્તારમાં આવેલી ખાતા નંબર 1594 સર્વે નંબર 53 પૈકીની 2 નંબરની જમીન વર્ષ 2010માં પન્નાબેન જયંતિ દેસાઇ પાસેથી અંજના દલપત આહિરે વેચાણે લીધી હતી. જેની દફ્તર નોંધ 2016માં નોંધ નંબર 3538થી થઇ હતી. તે જમીન પર છેલ્લાં જેના પગલે 7/12 પર તેમનું નામ પણ ચઢ્યું છે.

છતાં તે જમીન પર ચંદ્રસિંહ ચતુરસંગ પરમાર, અમરસંગ ચતુરસંગ પરમાર તેમજ કેસરબેન ચંદ્રસિંહ પરમારે છેલ્લાં 30 વર્ષ ઉપરાંતથી ગેરકાયદે કબજો કર્યો હોઇ તેમણે જમીન ખાલી નહીં કરતાં તેમણે ભરૂચ મામલતદાર કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમાં કલેક્ટરે તેનો પંચક્યાસ કરાવતાં ગેરકાયદે કબજો થયો હોવાનું જાણવા મળતાં તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા હૂકમ કરતાં જમીનના માલિકે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...