તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • A Case Of Land Grabbing Has Been Registered Against His Two Sons, Including A Woman, For Illegally Occupying A Farmer's Land In Ankleshwar's Mandwa Village.

લેન્ડ ગ્રેબિંગ:અંકલેશ્વરના માંડવા ગામમાં ખેડૂતની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવતાં મહિલા સહિત તેના બે પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વારંવાર કહેવા છતાં જમીન ખાલી ન કરતાં ખેડૂતે કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી

અંકલેશ્વરના માંડવા ગામની સીમમાં આવેલી ખેડૂતની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવનાર મહિલા સહિત તેના બે પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાવવા પામ્યો છે. જમીન માલિકે વારંવાર કહેવા છતાં જમીન ખાલી ન કરતાં ખેડૂતે કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી. જે અરજીને પગલે પ્રાંત અધિકારીએ સ્થળ તપાસ કરતાં જમીન પચાવી પાડી હોવાનું માલૂમ પાડ્યું હતું. જે અંગે અંકલેશ્વર શહેર પોલીસે મહિલા સહિત તેના બે પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના માંડવા ગામના માછી ફળિયામાં રહેતા સોમચંદ્ર બેચરભાઈ પટેલની વડીલો પાર્જિત જમીન ગામની સીમમાં સર્વે નંબર-405 પર આવેલી છે. જે જમીન પૈકી પાંચ વીંઘામાં હાઇવે રોડમાં ગઈ છે જેને બાદ કરતાં ચાર વીઘા જમીન ખેડૂત ખેતી કરે છે, પરંતુ છેલ્લા 10 વર્ષ પહેલા માંડવા ગામના તળાવ ફળિયામાં રહેતી સવિતાબેન ઈશ્વરભાઈ વસાવાને રહેવા માટે ઘર નહિ હોવાથી સોમચંદ્ર પટેલના મોટાભાઈની સંપતિથી છાપરું બનાવવા જમીન આપી હતી.

આ મહિલા તેના બે દીકરાઓ સાથે રહે છે અને તેણીએ માંડવા ગામમાં પણ ઘર બનાવ્યું છે. જેણે જમીન પર બનાવેલુ છાપરું હટાવવા જમીન માલિકે કહેતા તેઓએ જમીન ખાલી ન કરી ખેડૂતને ધમકીઓ આપી અવાર નવાર ઝઘડો કરતાં હતા.

આ અંગે ખેડૂતે કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી જે અરજીને પગલે પ્રાંત અધિકારીએ સ્થળ તપાસ કરતાં જમીન પચાવી પાડી હોવાનું માલૂમ પાડ્યું હતું. જે અંગે અંકલેશ્વર શહેર પોલીસે મહિલા સહિત તેના બે પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...