• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • A Case Of Incitement Has Been Registered Against The Mother in law And Husband Who Forced The Wife To Commit Suicide By Torturing Her Mentally And Physically Near Kosmadi Village In Ankleshwar

ફરિયાદ:અંકલેશ્વરના કોસમડી ગામ નજીક રહેતી પરિણીતાને માનસિક-શારીરિક ત્રાસ આપી આપઘાત કરવા મજબૂર કરનારા સાસુ અને પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાએ માનસિક-શારીરિક ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી
  • જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલી એક સોસાયટીમાં રહેતી પરિણીતાને માનસિક શારીરિક ત્રાસ આપી આપઘાત કરવા મજબૂર કરનારા સાસુ અને પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો.

વાપીના ચલા ગામના મુક્તાનંદ રોડ ઉપર આવેલા પ્રમુખ એસ-3માં રહેતી હિતીક્ષાબેન પ્રમોદ ઓઝાએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓની મોટી બહેન શ્રધ્ધાબેન ઓઝાના લગ્ન ગત તારીખ-20-5-21ના રોજ અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલી અંબે વેલી સોસાયટીમાં રહેતા અભિષેકસિંગ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ અને સાસુ દ્વારા પરિણીતાને અવાર-નવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. તેમજ પરિણીતા સાથે ઝગડો અને મારઝૂડ કરી દહેજની માંગણી કરતા હતા. જેઓના ત્રાસથી કંટાળી ગયેલી પરિણીતાએ ગત તારીખ-1 ઓક્ટોબરના રોજ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બહેનને માનસિક શારીરિક ત્રાસ આપી આપઘાત કરવા મજબૂર કરનારા સાસુ અને પતિ વિરુદ્ધ જી.આઈ.ડી.સી.પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...