• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • A Case Has Been Registered Against A Congolese Worker Who Threw Ink On The Poster Of The Prime Minister And Chief Minister In Bharuch

શાહી ફેકનાર સામે કાર્યવાહી:ભરૂચમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પોસ્ટર ઉપર શાહી ફેકનાર કોંગી કાર્યકર સામે ગુનો દાખલ

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ દરમિયાન પોસ્ટર ઉપર શાહી ફેકી હતી

ભરૂચ જિલ્લા કોંગ્રેસના ધરણાંમાં કલેક્ટર કચેરી ખાતે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પોસ્ટર ઉપર શાહી ફેકનાર યુથ કોંગ્રેસના કાર્યકર નિખિલ શાહ સામે પોલીસે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સુત્રોચ્ચારો કરી શાંતિ ડોહળવાનો પ્રયાસ કર્યો
ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને સમન્સ અને પૂછતાછના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કલેક્ટર કચેરી ખાતે દેખાવો, સુત્રોચ્ચારો કરાયા હતા. આ દરમિયાન યુથ કોંગ્રેસના નિખિલ શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટા વાળા પોસ્ટર ઉપર શાહી ફેંકી હતી. દેખાવો કરી રહેલા કોંગી કાર્યકરોને ઉશ્કેરી ગમે તેમ સુત્રોચ્ચારો કરી શાંતિ ડોહળવાનો પ્રયાસ કરતા નિખિલ શાહને પોલીસે અટકાવવા જતા તેણે આવું કૃત્ય ચાલુ રાખ્યું હતું. જેમાં ભરૂચ એ ડિવિઝનના પી.એસ.આઈ. આર.કે. ધૂળકરે જાતે ફરિયાદી બની આ કોંગી કાર્યકર સામે લોકોને ઉશ્કેરવા, શાંતિ ડોહળવાનો પ્રયાસ અને પબ્લિક પ્રોપટી ડેમેજનો ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...