રાજપારડીના માધવપુરા પાસે હાઈવા ટ્રકની ઓવરટ્રેક કરવા જતા સ્ટેયરીંગ ઉપર કાબૂ ગુમાવતા કાર માર્ગની બાજુમાં ભેખડમાં અથડાઈ હતી. જેથી એકસ્માત થયો હતો. જેમાં કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
સ્ટેયરીંગ ઉપર કાબુ નહી રહેતા કાર ભેખડ સાથે અથડાઈ
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના નવા ફળિયામાં રહેતા શિરીષ કાંતિ પટેલ ગતરોજ સાંજના સમયે પોતાની કાર નંબર-જી.જે.16.એ.જે.1763 લઇ ભરૂચ ખાતે આવી રહ્યા હતા. તે દરમિયાન રાજપારડીના માધવપુરા પાસે હાઈવા ટ્રકની ઓવરટ્રેક કરવા જતા કાર ચાલક શિરીષ પટેલનું સ્ટેયરીંગ ઉપર કાબુ નહી રહેતા કાર માર્ગની બાજુમાં ભેખડમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે અવિધા સરકારી દવાખાને ખસેડ્યા હતા. જ્યાં હાજર તબીબે તેઓને તપાસ કરી મૃત જાહેર કર્યા હતા અકસ્માત અંગે રાજપારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.