અકસ્માતના CCTV:ઝઘડિયા-રાજપારડી હાઇવે પર રોંગ સાઇડમાં પૂરપાટ આવતી ટ્રક કાર સાથે અથડાઈ, બાઇક ચાલક પણ અથડાતા બચ્યો

ભરૂચ4 મહિનો પહેલા
  • પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત થયો
  • અકસ્માતને પગલે કારમાં નુકસાન

ભરૂચના ઝઘડિયા-રાજપારડી માર્ગ ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જે ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે. જોકે, કારમાં નુકસાન પહોંચ્યું છે.

આ અકસ્માતની વિગતો જોઈએ તો ગતરોજ બપોરના સમયે ઝઘડિયા-રાજપારડી રોડ ઉપરથી એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન સુર્યા હોટલ નજીક કાર ચાલક યુ-ટર્ન લઈ રહ્યો હતો. તે વેળા રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે, કારને નુકશાન પહોંચ્યું હતું. આ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પુરપાટ ધસી આવેલા ટ્રક ચાલક તેને અડફેટે લેતા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...