ધરપકડ:કરિયાણાની દુકાનની આડમાં દારૂ વેચતો બૂટલેગર ઝડપાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભરૂચના દાંડિયાબજાર મચ્છીમાર્કેટ ખાતે પોલીસે દરોડો પાડયો

ભરૂચ શહેરના દાંડિયાબજાર મચ્છીમાર્કેટમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં વિદેશીદારૂનું વેચાણ થયું હોઇ એ ડિવિઝન પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. ટીમે દુકાનમાંથી વિદેશીદારૂની 4 બોટલો જપ્ત કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. તેમજ તેને દારૂ આપી જનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના દાંડિયાબજાર મચ્છીમાર્કેટ પાસે શિવમ જનરલ કરિયાણા સ્ટોર ચલાવતો નિલેશ સતિષ રાણા દુકાનની આડમાં દારૂનો વેપલો કરે છે. જેના પગલે ટીમે તેની દુકાને રેડ પાડી હતી. ટીમે નિલેશ રાણાને ઝડપી પાડી દુકાનમાં તપાસ કરતાં એક ટેબલના ખાનામાં મુકેલી કોલેજ બેગમાં વિદેશીદારૂની 4 બોટલો મળી આવી હતી.

જેના પગલે પોલીસે તેની પુછપરછ કરતાં શક્તિનાથ પાસે આવેલા મહાવીર નગર ખાતે રહેતો વિનય મહેન્દ્ર વસાવા તેને દારૂ આપી ગયો હોવાની કેફિયત રજૂ કરી હતી. ટીમે દુકાનમાંથી વિદેશીદારૂની 4 બોટલો જપ્ત કરી તેની સામે ગુનો નોંધ્યો હતો. તેમજ તેને દારૂ આપી જનાર બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.

જેેના પગલે ટીમે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી વિનય વસાવાને વોન્ટેડ જાહેર કરી આગળન કાર્યવાહી હાથ ધરી છે. વિધાનસભાની ચુંટણી જાહેર થઇ ચુકી છે ત્યારે પોલીસ સતર્ક બની છે અને દારૂની બદીને રોકવા માટે બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...