તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જૂના ઝઘડાની રીસે યુવક પર બૂટલેગરનો ચાકુ વડે હુમલો

ભરૂચ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચના દાંડિયાબજાર વિસ્તારની ઘટના

ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતાં એક શખ્સ સાથે બપોરના સમયે થયેલી તકરારની રીસ રાખી એક બુટલેગરે તેના ગળા પર ચપ્પુથી ઘા કર્યો હતો. આસપાસના લોકોએ દોડી આવતાં બુટલેગરે તેને ધમકી આપી જતો રહેતાં ઇજાગ્રસ્તને તુરંત નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભરૂચ શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં અંબાજી માતાના મંદિર પાસે રહેતો વિનોદ કિશન શર્મા તેના મિત્ર સાથે પોતાના રૂમમાં સુઇ રહ્યાં હતાં. દરમિયાનમાં મધ્યરાત્રીએ 2.30 વાગ્યાના અરસામાં લોઢવાણના ટેકરા વિસ્તારનો મિથુન ઉર્ફે મિતલો કનુ મકવાણા તેના ઘરે આવી પહોંચ્યો હતો. તેમજ તેને અપશબ્દો ઉચ્ચારી તું બપોરની બોલાચાલીમાં વચ્ચે કેમ પડ્યો હતો.

તેમ કહીં તેની સાથે ઝપાઝપી કરી ખીસામાંથી ચપ્પુ લઇ કાઢી વિનોદના ગળાના ભાગે ઘા કરી દીધો હતો. જોકે આસપસાના લોકો તેમજ તેનો મિત્ર વચ્ચે પડતાં મિથુન તેમને ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો