બોગસ તબીબ ઝડપાયો:નર્મદા જિલ્લામાં સાગબારા અંતરિયાળ વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાયો

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડ્યો
  • ગ્રામ્ય વિસ્તારના લોકોને સેક્સ વર્ધર્કની પણ દવાઓ આપતો હતો અને બાટલો પણ ચઢાવતો હતો

નર્મદા જિલ્લામાં એક બોગસ તબીબ ઝડપાયો છે. જિલ્લાના સાગબારા અંતરિયાળ વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાયો છે. જે ગ્રામ્ય વિસ્તારના લોકોને સેક્સ વર્ધર્કની પણ દવાઓ આપતો હતો અને બાટલો પણ ચઢાવતો હતો.

નર્મદા જિલ્લામાં અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ડીગ્રી ના હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતો વધુ એક બોગસ ડોક્ટર પકડાયો છે. જે ગ્રામ્ય વિસ્તારના લોકોને સેક્સ વર્ધર્કની પણ દવાઓ આપતો હતો અને બાટલો પણ ચઢાવતો હતો. નર્મદા પોલીસે અને આરોગ્ય વિભાગે આ સંયુક્ત ઓપરેશન કરી આ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો.

નર્મદા જિલ્લાના એસ.પી પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ સાગબારા પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને સાગબારા તાલુકાના દેવમોગરા નજીક દિબાંકર વિશ્વાસ નામના બોગસ ડોક્ટરને ઝડપી પાડયો છે. આ બોગસ ડોકટર મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે.

અન્ય સમાચારો પણ છે...