જી એન એફ સી હોસ્પિટલ , ભરૂચ ખાતે રવિવારના રોજ રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર આયોજિત કરવામાં આવી હતી. જેમાં કેમ્પમાં 100થી પણ વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવી હતી.
આ કેમ્પમાં જીએનએફસી હોસ્પિટલના ડોક્ટર સુષ્માબેન, જીએનએફસીના દક્ષેશભાઈ પંચોલી -જનરલ સેક્રેટરી એસએનઆર ક્લબ , સંકલ્પ ફાઉન્ડેશનના પ્રમુખ સંજયભાઈ તલાટી તથા સભ્યો ગીરીશભાઈ પટેલ, ભરતભાઈ શુક્લા, ધર્મેશભાઈ મોદી તથા જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ કવિતાબેન શાહ સવિશેષ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.