વડોદરાના સારિંગ ગામનો યુવાન તેના ભાઇની બાઇક લઇને ભરૂચના કેલોદ ગામના મંદિરે દર્શન માટે ગયો હતો. દરમિયાનમાં અડોલ-વરેડીયા ગામ વચ્ચેના વળાંક પર તેેનું કાબુ નહીં રહેતાં બાઇક વીજ થાંભલામાં ભટકાતાં યુવાનનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે પાલેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના કરજણ તાલુકામાં આવેલાં સારીંગ ગામે રહેતાં રાજેશ ત્રિભોવન વસાવા તેમના ઘરે હતાં. તે વેળાં તેમનો નાનો ભાઇ બાબુએ તેને કેલોદ ગામે આવેલાં મંદિરે દર્શન કરવા જવાનું હોઇ તેની પાસેથી બાઇક લઇ કેલોદ ગામે ગયો હતો. સાંજના સમયે તેમના પર ફોન આવ્યો હતો કે, અડોલ-વરેડિયા ગામના વળાંક પાસેે તેમના ભાઇનો અકસ્માત થયો છે.
જેના પગલે તેમણે સ્થળ પર પહોંચી જોતાં તેમના ભાઇ બાબુ બાઇક પર ઘર તરફ આવતાં હતાં. તે વેળાં વળાંક પર કોઇ કારણસર તેમનું સ્ટિયરિંગ પરનું કાબુ ન રહેતાં તેઓ રોડની સાઇડમાં આવેલાં લોખંડના વીજ થાંભલામાં ભટકાઇ ગયો હતો. અકસ્માતમાં તેને ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાની જાણ થતા પાલેજ પોલીસે સ્થળ પર દોડી આવી મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે તેમણે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.