ભરૂચના શ્રવણ ત્રણ રસ્તા નજીક દબાણ દૂર કરવા મામલે તંત્ર રસ ન લેતું હોવાના આક્ષેપ સાથે અશોક મહેતા નામના 60 વર્ષીય વૃદ્ધે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ન્યાય ન મળે તો 15 ઓગસ્ટ સરકારી કાર્યક્રમ દરમ્યાન તેણે આમવિલોપન કરી નાખવાની ચીમકી આપી છે.
રજૂઆતો કરવા છતાં પરિણામ ન મળ્યું
60 વર્ષીય અશોકભાઇ વસંતલાલ મહેતાએ સરકારના અલગ - અલગ વિભાગોમાં અરજી કરતા જણાવ્યું છે કે, તંત્રને શ્રવણ ત્રણ રસ્તા નજીક ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણ દુર કરવા માટે તેણે વારંવાર અરજીઓ કરી છે. દબાણ દૂર કરવા માટે સરકારી કચેરીઓમા રજૂઆત કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી એડીશનલ ચીફ ટાઉન પ્લાનર સાહેબનાઓને મુલાકાત માટેનો સમય માંગ્યો હતો, પરંતુ તેઓ તરફથી પણ સમય આપવામાં ન આવતા કંટાળી અશોક મહેતાએ તા. 15/08/2022 પહેલા દબાણ દુર કરવા કે આ બાબતે કાયદેસરની કોઇ કાર્યવાહી કરવામા નહી આવે તો સ્વતંત્ર પર્વના સરકારી કાર્યક્રમ વચ્ચે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.