તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોકિંગ CCTV:એ તો બસ રમતી જ હતી પણ ખૂલ્લા બોરવેલે તેનો જીવ લઇ લીધો, ભરૂચમાં બોરવેલમાં પડતી 6 વર્ષની બાળકીના CCTV આવ્યા સામે

ભરૂચએક મહિનો પહેલા
રમતા-રમતા બાળકી બોરવેલ પાસે પહોંચી હતી અને બોરવેલમાં પડી ગઇ હતી
 • ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં 3 દિવસ પહેલા 6 વર્ષની બાળકી બોરવેલમાં ખાબકી હતી
 • પરિવારજનોએ શોધખોળ કરતા બાળકીનો મૃતદેહ બોરવેલમાંથી મળ્યો હતો

3 દિવસ પહેલા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં એક 6 વર્ષની બાળકીનો મૃતદેહ બોરવેલમાંથી મળ્યો હતો. બોરવેલ ખૂલો હોવાના કારણે બાળકી તેમાં પડી ગઇ હતી અને ડૂબી જવાના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. જોકે આ બનાવને લઇને પરિવારજનોએ કોઇ પોલીસ ફરિયાદ કરી ન હતી. આજે 2 દિવસ બાદ એ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ઓનુશ્રી નામની 6 વર્ષીય બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી અને રમતા-રમતા બોરવેલ પાસે પહોંચી ગઇ હતી અને બોરવેલમાં પડી ગઇ હતી.

સોસાયટીની બાજૂમાં બાળકી એકલી રમી રહી હતી
સોસાયટીની બાજૂમાં બાળકી એકલી રમી રહી હતી

ઘર પાસે રમતા-રમતા બાળકી બોરવેલ પાસે પહોંચી
ઘટનાના સામે આવેલા સીસીટીવી પ્રમાણે રંગહાઈટ્સ સોસાયટીમાં રહેતા અપૂર્વ વિશ્વાસની 6 વર્ષીય ઓનુશ્રી રમવા માટે નીચે ઉતરી હતી. અન્ય કોઇ બાળકો સાથે રમવા માટે ન હોય ઓનુશ્રી સોસાયાટીના ગેટ પાસે એકલી રમી રહી હતી. રમત-રમતમાં તે સોસાયટીની બાજૂમાં ખોદવામાં આવેલા બોરવેલ પાસે પહોંચી ગઇ હતી. બોરવેલ પાસે એ રમી રહી હતી એ દરમિયાન તે અંધારામાં બોરવેલમાં પડી ગઇ હતી. ઘટના સમયે કોઇ હાજર ન હોવાથી કોઇને ખ્યાલ ન રહ્યો કે બાળકી બોરવેલમાં પડી ગઇ છે, બોરવેલમાં ડૂબી જવાથી બાળકીનું મોત નીપજ્યું હતું.

રમવા માટે સોસાયટીની બાજૂમાં જઇ ગઇ હતી
રમવા માટે સોસાયટીની બાજૂમાં જઇ ગઇ હતી

રમવા ગયેલી બાળકી પરત ન આવતા શોધખોળ કરાઈ
રમવા માટે નીચે ઉતરેલી ઓનુશ્રી ક્યાંય સુધી ઘરે પરત ન ફરતાં પરિવાર ચિંતાતુર થયો હતો અને બાળકીની શોધખોળ આરંભી હતી. શોધખોળ કરતા બાળકીનો મૃતદેહ બોરવેલમાંથી મળ્યો હતો. ઓનુશ્રીનો મૃતદેહ મળતા પરિવાજનો પર જાણેકે આભ ફાટી ગયું હતું અને સોસાયટીના અન્ય રહેવાસીઓ પણ શોકાતૂર થઇ ગયા હતા. ઓનુશ્રીને બોરવેલમાંથા કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કરી હતી.

6 વર્ષીય બાળકી રમવા માટે નીચે ઉતરી હતી
6 વર્ષીય બાળકી રમવા માટે નીચે ઉતરી હતી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો