મકાન ધરાશાયી:જંબુસરના વેડચ ગામમાં 39 વર્ષ જૂનું પ્રાથમિક શાળાનું મકાન ધડાકાભેર તૂટી પડ્યું, વહેલી સવારે ઘટના બનતા જાનહાનિ ટળી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળા 12 વર્ષથી જર્જરિત બની હોવા અંગે અનેક રજૂઆત કરવા છતાં કોઈ પગલા નહી લેવાયા હોવાના આક્ષેપ

જંબુસરના વેડચ ગામના પરા વિસ્તારમાં જર્જરિત પ્રાથમિક શાળાનું મકાન ધરાશાયી થયું હતું. જેને લઈ દોડધામ મચી હતી. 39 વર્ષ જૂની શાળા 12 વર્ષથી જર્જરિત બની હોવા અંગે અનેક રજૂઆત કરવા છતાં કોઈ પગલા નહી લેવાયા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યાં છે.

ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં સમારકામ કરાયું ન હતું
જંબુસર તાલુકાના જંબુસરના વેડચ ગામના પરા વિસ્તારમાં શાળાનું મકાન આશરે 39 વર્ષ પહેલા નિર્માણ થયું હતું. જે શાળામાં આજુબાજુ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે હાલ પણ સ્કૂલ કાર્યરત છે. આ શાળા છેલ્લા 12 વર્ષથી જર્જરિત બની હોવા અંગે ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં તેનું સમારકામ નહી કરવામાં આવતા આજરોજ આ શાળાનું મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું.
29 વિદ્યાર્થીઓના જીવ ખતરામાં હતા
વહેલી સવારે 4 કલાકે ઘટના બની હોવાથી કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ ચાલુ શૈક્ષણિક કાર્યમાં જો આ ઘટના બની હોય તો શાળામાં અભ્યાસ કરતા 29 વિદ્યાર્થીઓનું શું થાત તે વિચારીને ગ્રામજનો ધ્રુજી ઉઠ્યા છે ત્યારે તંત્ર જર્જરિત શાળા અને બિસ્માર માર્ગ તાત્કાલિક બનાવી આપે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...