વ્યવસ્થા:ભરૂચ રેલ્વે સ્ટેશન પર 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાશે

ભરૂચ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં સૌપ્રથમ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં 26 જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ લહેરાતો કરાયો હતો. હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર 30.5 મીટરની ઊંચાઈએ તિરંગો 24 કલાક લહેરાતો રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે વડોદરા રેલ્વે ડિવિઝન દ્વારા વડોદરા રેલવે સ્ટેશન બાદ ચાંપાનેર રેલ્વે સ્ટેશન ઉપર સ્મારકના રૂપમાં 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ સ્થાપિત કર્યો હતો.

તેવી જ રીતે આગામી દિસવોમાં ભરૂચ રેલ્વે સ્ટેશન ઉપર સ્મારક રૂપે 100 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરવામાં આવનાર છે.  તિરંગા પાછળ અંદાજે રૂપિયા 8.50 લાખનો ખર્ચ થનાર છે. જેની હાલમાં રેલ્વે વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે.ભરૂચ રેલવે સ્ટેશન પર આગામી સમયમાં 100 ફૂટની ઊંચાઈએ તિરંગો 24 કલાક 365 દિવસ લહેરાતો રહશે.

અન્ય સમાચારો પણ છે...