કોરોનાનો બ્લાસ્ટ:નવા 92 કેસ, જિલ્લાના કુલ 534 કેસ પૈકી ભરૂચમાં 314, અંક્લેશ્વરમાં 172

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક, જિલ્લામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 4 કેસ નોંધાયા
  • જિલ્લાના​​​​​​​ 9 તાલુકાઓમાં નોંધાયેલાં કુલ કેસ પૈકી 91 ટકા કેસ માત્ર ભરૂચ-અંક્લેશ્વરમાં જ નોંધાયાં

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઇકાલે જિલ્લામાં 78 કેસ નોંધાયાં બાદ આજે 92 કેસ નોંધાતાં જિલ્લાનો કુલઆંક 534 પર પહોંચ્યો છે.ત્યારે નોંધનિય છે કે, જિલ્લાના કુલ કેસ પૈકી 58.80 ટકા કેસ ભરૂચમાં જ્યારેઅંક્લેશ્વર 32.20 ટકા કેસ એટલે કે જિલ્લાના 91 ટકા કેસ માત્ર ભરૂચ અને અંક્લેશ્વરમાં જ નોંધાયાં છે.જ્યારે વાલિયામાં 4.31 ટકા, ઝઘડિયામાં 1.12 ટકા, વાગરામાં 1.50 ટકા, જંબુસરમાં 0.93 ટકા, નેત્રંગમાં 0.18 ટકા અને હાંસોટમાં 0.56 ટકા કેસ નોંધાયાં છે. આરોગ્ય વિભાગે જિલ્લામાં 58 સરકારી આરોગ્ય કેન્દ્ર પર કોરોના ટેસ્ટીંગની કામગીરી શરૂ કરી છે.

માત્ર આમોદ તાલુકામાં એક પણ કેસ ન નોંધાયો
ભરૂચ જિલ્લામાં ગઇકાલ સુધીમાં માત્ર નેત્રંગ અને આમોદ તાલુકામાં ત્રીજી લહેર દરમિયાનમાં હજી સુધી એક પણ કેસ નોંધાયો ન હતો. જોકે, મંગળવારે નેત્રંગમાં એક કેસ નોંધાતાં જિલ્લામાં આમોદ તાલુકો અત્યાર સુધીમાં કોરોનામુક્ત તાલુકો રહ્યો છે. જયારે અન્ય તમામ તાલુકાઓમાં કોરોનાના કેસો નોંધાયાં છે.

વિદેશથી આવેલાં 1999 પૈકી હજી 910 ક્વોરેન્ટાઇન
ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં 1999 લોકો વિદેશથી આવેલાં છે. જ્યારે તે પૈકીના 4 લોકો ઓમિક્રોન સંક્રમિત હોવાનો રિપોર્ટ આવ્યાં બાદ સાજા પણ થઇ ગયાં છે. હાલમાં 910 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. તે પૈકીના મોટાભાગના લોકોના ઓમિક્રોનના રિપોર્ટ હજી સુધી આવ્યા નથી. જોકે, હાલમાં તમામ પર આરોગ્ય વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

ત્રીજી લહેરની શરૂઆત વચ્ચે ભરૂચ શહેર જિલ્લામાં 8348 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો
ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસની ત્રીજી લહેર હાહાકાર મચાવી રહી છે.ત્યારે સરકારે 10 મી જાન્યુઆરીથી રાજ્યના હેલ્થ વર્કર,ફ્રન્ટલાઈન વર્કર અને અન્ય બીમારી ધરાવતા 60 કે તેથી વધુ ઉંમરના લોકોને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરી દીધી છે.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ પ્રથમ હેલ્થ વર્કર,ફ્રન્ટલાઈન વર્કર અને અન્ય બીમારી ધરાવતા 60 કે તેથી વધુ ઉંમરના 25 હજાર લોકોને કોરોના રસીનો ત્રીજો પ્રિકોશન ડોઝ આપવામાં આવનાર છે.

તેમના રસીકરણના 10 મી જાન્યુઆરીના પ્રથમ દિવસે ફ્રન્ટલાઇન વર્કર 1590, હેલ્થ વર્કર 1755 તથા 60 વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય ક્રોનિક બિમારી ધરાવતા વ્યસ્કો 1490 મળી કુલ 4855 લોકોએ કોરોના વેક્સીન પ્રિકોશન ડોઝનો લાભ લીધો હતો. જ્યારે બીજા દિવસની વાત કરીએ તો 11 મી જાન્યુઆરીએ બપોરે 3:30 સુધીમાં ફ્રન્ટલાઇન વર્કર 1784, હેલ્થ વર્કર 858 તથા 60 વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય ક્રોનિક બિમારી ધરાવતા વ્યસ્કો 851 મળી કુલ 3493 લોકોએ કોરોના વેક્સીન પ્રિકોશન ડોઝનો લાભ લીધો હતો.જોકે પ્રિકોશનનો બીજો ડોઝ લેવાની બાબતમાં વડીલોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાએ જિલ્લામાં પહેલો અથવા બન્ને ડોઝ તેમજ પ્રિકોશન ડોઝની રસી લેનારાઓની કુલ સંખ્યા મળીને 13,75,660 થઈ છે.

અન્ય સમાચારો પણ છે...