તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેફ્ટી સેમીનાર:90 ટકા અકસ્માત રાત્રે થાય છે, હલકું ભોજન લેવાથી 95 ટકા ઉંઘ ઘટી જશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં‘સડક સુરક્ષા જીવન રક્ષા’ રોડ સેફ્ટી સેમીનાર

રાજ્યભરમાં હાલ 32મું રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ ચાલી રહ્યો છે. દર વર્ષે રોડ સેફ્ટી અવેરનેશ માટે સપ્તાહની ઉજવણી કરાય છે. પરંતુ 2021માં પ્રથમ વખત રોડ સેફ્ટી માટે મહિનાની ઉજવણી કરાય રહી છે. જેમાં નવા નિયુક્ત યુવાનોને સડક સુરક્ષા જીવન રક્ષા સ્લોગન સાથે નિષ્ણાંતો દ્વારા રોડ સેફ્ટી માટે અવેર કરાયા હતા. ટ્રાફિક ટ્રેનર અને રોડ સેફ્ટી એવોર્ડ વિજેતા ડો. અજયસિંહ જાહેજાએ સંબોધન કર્યુ હતુ કે, 90 ટકા અકસ્માતો રાત્રી દરમિયાન થાય છે. ઉંઘ અને ઓછુ દેખાવાને કારણે અકસ્માતો વધારે થયા છે. હલકૂ ભોજન લેવાય તો ઉંઘ આવવાની શક્યતા 95 ટકા ઘટી જાય છે. જેમાં ભરૂચના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, એઆરટીઓ મેઘલ પંચાલ, સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ તબક્કે રોડ સેફ્ટી એવોર્ડ વિજેતા ડો. અજયસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, રોડ સેફ્ટી રાખવા માટે ટ્રાફિટ અને અકસ્માતોને ટાળવા જરૂરી છે. ટ્રાફિકને નિવારવા માટે ધૈર્યતા, જાગૃતિ અને જવાબદારી જરૂરી છે. જ્યા સુધી લોકો પોતે વાહન કેવી રીતે ચલાવવુ તે ન સમજે ત્યા સુધી ટ્રાફિકની સમસ્યા નિવરાવી મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો