• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • 9 Partners From Bharuch Set Up Scheme In Zaghadiya And Extorted Lakhs Of Rupees From 32 People In 11 Years For Booking, Complaint

લાખો રૂપિયાની છેતરપિંડી:ભરૂચના 9 ભાગીદારોએ ઝઘડિયામાં સ્કીમ મૂકી 11 વર્ષમાં 32 લોકો પાસેથી બુકીંગના લાખો રૂપિયા ખંખેર્યા, મિલકતનો કબજો ન આપતા ફરિયાદ

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુકાન, ફ્લેટ અને રો-હાઉસ બુક કરાવનાર 14 ગ્રાહકોએ રૂપિયા 74.53 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી

ભરૂચના ભાગીદારો, બિલ્ડરો અને ડેવલોપરોએ ઝઘડિયાની વાલિયા ચોકડી ખાતે સાંઈ વાટિકાની સાઇટની સ્કિમ સાડા 11 વર્ષ પહેલાં મૂકી હતી. દુકાન, ફ્લેટ અને રો-હાઉસના નામે બુકીંગ એમાઉન્ટ પેટે લાખો રૂપિયા લઈ લીધા છતાં બાંધકામ પૂર્ણ કરી પઝેશન નહિ આપતા 14 ગ્રાહકોએ હાલ 9 આરોપીઓ સામે રૂપિયા 74.53 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

સુલતાનપુરાની સીમમાં વર્ષ 2010 માં સ્કીમ મૂકી હતી
ઝઘડિયા પોલીસ મથકે ખેડૂત જયેશ ખુમાનભાઇ પટેલ સહિત અન્ય 13 લોકોએ ભરૂચના ભેજાબાજ સ્કીમ મુકનાર સામે ફરિયાદ નોંધાવી છે. ભરૂચ ભોલાવના ઇલોરા પાર્કમાં સુધીર કનૈયાલાલ પટેલ, મુકતાનંદમાં રહેતા સુનિલ હરીભાઇ ચૌધરી, રાજન કનુભાઇ સોલકી, વિજયસિંહ ચંન્દ્રસિહ રાજ, રંજનબેન વિજયસિંહ રાજ, પરેશ નીઝામાં, ભરત એમ પટેલ, હરેન્દ્રસિંહ પરમારે ઝઘડીયાની વાલીયા ચોકડી પાસે સુલતાનપુરાની સીમમાં વર્ષ 2010 માં સ્કીમ મૂકી હતી.
આકર્ષવા માટે બનાવટી બ્રાઉઝર પણ બનાવ્યું
એકબીજાના મેળાપીપણા હેઠળ પૈસા પડાવાના બદ ઇરાદે કાવતરૂ રચી મિલકતમાં દુકાનો, ફ્લેટ તેમજ રો -હાઉસ બનાવવા અંગે સાઇવાટીકા નામથી સ્કીમ ચાલુ કરી હતી. ગ્રાહકોને લોભામણી સ્કીમો બતાવી આકર્ષવા માટે બનાવટી બ્રાઉઝર પણ મુકેલ હતું.
વેચાણ કિમતની પુરેપુરી રકમ ચુકવી આપવાની ખાતરી આપી
ઓપનીગ અને બુકીંગ વખતે બાધકામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી તેનુ પજેશન તાત્કાલીક આપી દેવામા આવશે અને વેચાણ દસ્તાવેજ પણ તાત્કાલીક કરી આપવામા આવશે. તેવી ખાતરી આપી હતી. એવી પણ જાહેરાત કરેલ હતી કે, દુકાન, ફ્લેટ તેમજ રો - હાઉસના જે ગ્રાહકો નક્કી થયેલા વેચાણ કિમતની પુરેપુરી રકમ ચુકવી આપશે તેને મુળ કિમતમાંથી ડિસ્કાઉન્ટ તરીકે રૂપિયા એક લાખ બાદ આપવામા આવશે. બાદમાં આ ભાગીદારો, બિલ્ડરોએ સ્કીમમાં એક બાદ એક પરવાનગીની કાર્યવાહી ચાલુ છે. તમે બે ફીકર રહો અમારી જબાન પર વિશ્વાસ રાખો અમો અધુરા કેન્ટ્રકશનનું કામ ટુક સમયમા ચાલુ કરીએ છીએ તેમ કહી ગ્રાહકોને ભરોસો આપ્યા કર્યો હતો.

સાડા 11 વર્ષ થવા છતાં બાંધકામ પૂર્ણ નહિ કરી પઝેશન નહી આપતા આખરે 14 દુકાનો, ફ્લેટ અને રો-હાઉસ બુકકરાવનાર ગ્રાહકોએ ₹74.53 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. આ 9 ભેજાબાજ સ્કીમ મુકનાર ભાગીદારોનો ભોગ બનેલા અન્ય 18 થી વધુ ગ્રાહકો હજી ફરિયાદ નોંધાવવામાં કતારમાં છે.

અન્ય સમાચારો પણ છે...