તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ જપ્ત:જંત્રાણ ગામની સીમમાંથી જુગાર રમતા 9 ખેલી ઝડપાયા : 3 ફરાર

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કાવી પોલીસની ટીમે ઘટના સ્થળે દરોડો પાડતા જુગારીયાઓમાં દોડધામ
  • જુગારીયાઓની અંગઝડતી અને દાવ પરના મળીને રૂા. 56 હજારનો મુદ્દામાલ જપ્ત

જંબુસરના જંત્રાણ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર કાવી પોલીસ દરોડો પાડતા જુગારીયામાં દોડધામ મચી ગઇ હતી. જેમાં 9 જુગારીયાઓને ઝડપાઇ ગયા હતા જ્યારે ત્રણ ફરાર થઇ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી 56 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જંબુસરના જંત્રાલ ગામની સીમમાં આવેલી લાવડી તલાવડી પાસે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી કાવી પોલીસને મળી હતી. જેના આધારે ટીમે દરોડો પાડતા જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં સોલંકી ઈકબાલ રાજભા, હલદરવા અસલમ ગુલામ, જાવીદ ઉર્ફે ખલીફા રસીદ મલેક, ઈરફાન ઈબ્રાહીમ પટેલ,

મલેક જાવીદ ઈબ્રાહીમ, પટેલ ઇરફાન અબ્દુલ, મલેક આમિર રસુલ , ખીલજી મોહસીન ઉસ્માન ,અનવર અબ્દુલ પટેલ આબાદ ઝડપાઇ ગયા હતા. જ્યારે ઇલ્યાસ અબ્દુલ ખીલજી, શબ્બીર બસીર ખીલજી અને ઇરફાન આદમ પટેલ ફરાર થઇ ગયા હતા. પોલીસે ખેલીઓની અંગઝડતી તથા દાવ પરના મળીને 56 હજારનો મુ્દ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો