ઠંડીમાંથી રાહત મળી:ભરૂચ જિલ્લામાં 24 કલાકમાં તાપમાનમાં 9 ડિગ્રીનો વધારો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં મહત્તમ તાપમાન 28 ડિગ્રીએ પહોંચ્યું, ઠંડીમાંથી રાહત મળી
  • ગુરૂવારે મહત્તમ તાપમાન 19, લઘુત્તમ 18 ડિગ્રી નોંધાયું હતું

ભરૂચ જિલ્લામાં માત્ર 24 કલાકમાં તાપમાનમાં 9 ડિગ્રીનો તફાવત નોંધાયો છે. જિલ્લામાં ગઇકાલે બપોર સુધી ઝરમર વરસાદ સહિત પારો ગગડીને 19 ડિગ્રીએ પહોંચી ગયો હતો. જોકેે, આજે આકાશ ખુલી ગયાં બાદ તાપમાન 28 ડિગ્રીએ નોંધાયું હતું. ગઇકાલે લોકો સ્વેટર અને રેઇનકોટના સહારે હતાં પરંતુ શુક્રવારે વાતાવરણ સામાન્ય થતાં જનજીવન પુર્વવત થયું હતું.

અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાને કારણે ભરૂચ જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસ કમોસમી વરસાદ વરસ્યો હતો. સતત ઝરમર વરસાદ રહેવા સાથે પવન ફુંકાવાને કારણે તાપમાનનો પારો ગગડીને ગઇકાલે 19 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે ન્યુનતમ તાપમાન પણ 18 ડિગ્રી જેટલું નોંધાયું હતું.

વરસાદ અને તેમાંય ગાથ્રો થિજાવતી ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયાં હતાં. કડકડતી ઠંડીના કારણે લોકો સ્વેટર પર રેઇનકોટ પહેરવા માટે મજબુર બન્યાં હતાં. દરમિયાનમાં આજે શુક્રવારે બપોર બાદ આકાશ ઉઘડ્યું હતું. સાથે સાથે વરસાદ પણ બંધ થઇ ગયો હતો. જેના કારણે તાપમાનમાં તેનો સીધો પ્રભાવ જોવા મળ્યો હતો. જિલ્લામાં શુક્રવારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...