તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂટમાં 16 ફેબ્રુઆરીની મધરાત્રીથી કાર અને કમર્સિયલ વ્હિકલ માટે ફાસ્ટેગ ફરજિયાત કર્યુ છે. જોકે મધરાત્રીથી ટોલ પ્લાઝા કર્મચારીઓ અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. છેલ્લા બે દિવસથી ટોલ પ્લાઝા પર કેશલાઇન બંધ કરાઇ છે. ફાસ્ટેગ વિનાના વાહનચાલકો પાસે ડબલ ટોલ ટેક્સની વસૂલાત શરૂ કરી દીધી હતી. મુલદ ખાતે છેલ્લા બે દિવસમાં 8742 વાહનો પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલ્યો હતો. જોકે સ્થાનિકો પાસેથી ટોલ ટેક્સ ન વસૂલવા માટે કોઇ નોટિફિકેશન જાહેર કરાયુ નથી પરંતુ હાલ ચુંટણીના માહોલમાં ઘર્ષણને ડામવા સ્થાનિકોને નિઃશુલ્ક ઇમર્જન્સી લાઇનમાંથી પસાર થવા દેવાય છે.
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએએ જણાવ્યુ હતુ કે, મુલદ ટોલ પ્લાઝા પાસેથી પસાર થતા 90 ટકા વાહનોમાં ફાસ્ટેગ લાગી ગયા છે. ગત મહિના કરતા 5 ટકા વાહન ચાલકોમાં અવેરનેશ વધી છે. સ્થાનિક ફાસ્ટેગ ધારકોનો ટોક્સ કપાતા ફાસ્ટેગ વિનાના વાહનચાલકોને ફ્રીમાં ટોલ પસાર કરવા દેતા ઘર્ષણ થાય છે. લોકલ ફાસ્ટેગ અને પાસ ધારકોમાં કચવાટ વધી રહ્યો છે.
ચુંટણીને કારણે લોકોને ફ્રીમાં જવા દેવાય છે
રાજ્યભરમાં ચુંટણીનો માહોલ છે સ્થાનિકોનો વિરોધ ન થાય તેથી ભાજપા સરકારે સ્થાનિકોને ગુમરાહ કરવા માટે હાલ પુરતા ભરૂચના લોકોને ઇમર્જન્સી લેનમાંથી પસાર થવા દે છે. પરંતુ જ્યા સુધી ભરૂચના તમામ લોકોને સંપૂર્ણ ટોલ મુક્તિ ન મળે ત્યા સુધી લડત ચાલુ રાખીશુ. અમે કલેક્ટરને અગાઉ પણ ટોલ મુક્તિ માટે આવેદન આપ્યુ હતુ જેના પગલે હાલ આંદોલનની બીકે સરકારે સ્થાનિકોને ટોલ મુક્તિ આપી છે. જ્યારે પણ સ્થાનિકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવશે ત્યારે ટોલ પ્લાઝા બંધ કરાવી દેશુ. - શેરખાન પઠાણ, પ્રમુખ, યુથ કોંગ્રેસ, ભરૂચ.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.