વિદ્યાર્થીઓની આતુરતાનો અંત:ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.52 ટકા પરિણામ, 21 વિદ્યાર્થીઓના A-1 ગ્રેડ, 963 નાપાસ

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ નેત્રંગ કેન્દ્રનું 96.76 ટકા અને સૌથી ઓછું ઝઘડિયાનું 77.41 ટકા રિઝલ્ટ

ભરૂચ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 84.52 ટકા પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં સૌથી વધુ નેત્રંગ કેન્દ્રનું 96.76 અને ઝઘડિયાનું સૌથી ઓછું 77.41 ટકા રિઝલ્ટ નોંધાયું છે.

બે વર્ષ કોરોના કાળ બાદ શનિવારે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. ભરૂચ જિલ્લામાં 6004 નોંધાયેલા પૈકી 5964 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લાના 5061 છાત્રો પાસ થતા પરિણામ 84.52 ટકા રહ્યું છે.

ભરૂચ જિલ્લામાં A-1 ગ્રેડમાં 21, A-2માં 278 અને B-1માં 970 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. કેન્દ્રવાર જોઈએ તો અંકલેશ્વરનું 85.48 ટકા, ભરૂચ 80.84, ઝાડેશ્વર 82.84, જંબુસર 82.78, હાંસોટ 82.17, વાલિયા 75.99, આમોદ 90.95, દયાદરા 85.96 અને થવા કેન્દ્રનું 93.90 ટકા પરિણામ નોંધાયું છે.

ભરૂચ અને નર્મદા જિલ્લાનું કેન્દ્રવાર પરિણામ (ટકામાં)

ભરૂચ જિલ્લો
અંક્લેશ્વર85.48
ભરૂચ80.84
ઝાડેશ્વર82.84
જંબુસર82.78
નેત્રંગ96.76
હાંસોટ82.17
વાલિયા75.99
થવા93.9
દયાદરા85.96
આમોદ90.95
ઝઘડિયા77.41

​​​​​

નર્મદા જિલ્લો
રાજપીપળા61.32
ડેડિયાપાડા83.79
ગરૂડેશ્વર85.89
તિલકવાડા92.88
સેલંબા84.66

માધ્યમિક બોર્ડની સાથે સાથે આત્મસંતોષની કસોટીમાં પણ ઉર્તિણ સામાન્ય રીતે પરીક્ષા આપ્યાં બાદ વિદ્યાર્થીઓમાં એક ચર્ચા સામાન્ય રીતે જોવા મળતી હોય છે કે.. કેટલા માર્કસ ધાર્યા છે? અને પરિણામ આવી ગયાં બાદ વિદ્યાર્થીઓ ધારેલા કરતાં વધારે કે ઓછા માર્કસ આવ્યાં તેની ગણતરી માંડતા હોય છે. કયાં માર્કસ કપાયા, કયાં માર્કસ વધારે મળ્યાં તેની વિદ્યાર્થીઓમાં ભારે ઉત્કંઠા હોય છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના જાહેર થયેલાં પરિણામ બાદ દિવ્યભાસ્કરે વિદ્યાર્થીઓ સાથે તેમના ધારેલા માર્કસ અને મળેલા માર્કસ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ટોપર્સ ધ્રુવ મોદીની માર્કશીટ

વિષયધારેલા માર્કમળેલા માર્ક
ગુજરાતી7582
અંગ્રેજી7579
ઇકોનોમી9091
ઓર્ગ. કોમર્સ9095
સ્ટેટેસ્ટીક10099
એકાઉન્ટ10097
સેક. પ્રેક્ટીસ9091

​​​​​​​રોજના 6 થી 7 કલાકનું વાંચન કરતો હતો

મને શરૂઆતથી જ કોમર્સમાં જ રસ હતો તેથી મે કોમર્સ લાઇનમાં આગળ વધવાનો નિર્ણય લીધો હતો. કોરોનાના કારણે પરીક્ષા પહેલાં અનેક ચિંતાઓ હતી અને ખાસ કરીને ઓનલાઇન અભ્યાસ ફાવતો ન હતો. તેમ છતાં મહેનત કરીને મારી ધારણા પ્રમાણેનું રીઝલ્ટ મેળવ્યું છે. - ધ્રુવ મોદી

પરિણામથી ઘણી ખુશીની લાગણી અનુભવું છું
​​​​​​​મારું જે પરિણામ આવ્યું છે. તેનાથી હું બહુ ખુશ છું. મારું જે પરિણામ આવ્યું છે. તે નો શ્રેય મારા માતા પિતા અને શાળાના આચાર્ય અને શિક્ષકો ને આપું છું તમણે મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે. - પરી જગુવાલા.

ઘરમાં બધાંએ વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કર્યો છે
મારા માતા- પિતા અને ભાભીએ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કર્યો છે. મારા ધોરણ 10માં 77 ટકા આવ્યાં હતાં પણ મે સાયન્સના બદલે કોમર્સ પસંદ કર્યું છે. મારી જે ધારણા હતી તે પ્રમાણેનું જ પરિણામ આવ્યું છે. - ધ્વનિ મોદી

અન્ય સમાચારો પણ છે...