રેલ વ્યવહાર ખોરવાયો:વરેડિયા અને નબીપુર વચ્ચે વીજળીનો તાર તૂટી પડતાં 8 ટ્રેનો પ્રભાવિત થઈ, 2 ટ્રેન રદ કરાઇ

ભરૂચ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વીજ વાયર તૂટી પડતા 2 કલાક સુધી રેલ વ્યવહાર ખોરવાયો
 • 8 ટ્રેનોને વિવિધ રેલવે સ્ટેશન ઉપર રોકવાની ફરજ પડી

નબીપુર અને વરેડિયા રેલવે સ્ટેશન વચ્ચે વીજળીનો તાર તૂટી પડતાં સવારે 2 કલાક સુધી રેલ વ્યવહાર ખોરવાયો હતો. તેના કારણે 8 જેટલી ટ્રેનોને વિવિધ રેલવે સ્ટેશન ઉપર રોકવી પડી હતી.

રેલવેના વડોદરા વિભાગ હેઠળ આવતા વરેડિયા અને નબીપુર રેલવે સ્ટેશન વચ્ચે વીજળીનો તાર તૂટી પડ્યો હતો. સવારે 8 વાગ્યાની આસપાસ આ કેબલ તૂટી પડતાં રેલ વ્યવહારને ભારે અસર પહોચી હતી. આ લાઇન ઉપરની આઠ ટ્રેનો કેબલ તૂટી પાડવાના કારણે પ્રભાવીત થઈ હતી. 8 જેટલી ટ્રેનોને વિવિધ રેલવે સ્ટેશન ઉપર રોકી દેવામાં આવી હતી.

અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર, તેજસ એક્સપ્રેસ, સયાજીનગરી, અમૃતસર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન, ગુજરાત એક્સપ્રેસ, હમસફર એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જમ્મુ બાંદ્રા એક્સપ્રેસ, સહિત 8 જેટલી ટ્રેનો પ્રભાવિત થઈ હતી. તેમજ વડોદરા-ભરૂચ મેમુ ટ્રેન અને ભરૂચ-સુરત મેમુને કેન્સલ કરવામાં આવી હતી. સવારે 10. 10 કલાકે સમારકામ પૂર્ણ થતા રેલ યાતાયાત પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.

OHE કેબલ એન્જીનના સંપર્ક અને વધુ પડતી ગરમીના કારણે બ્રેક થવાની સંભાવના
અસહ્ય ગરમીમાં OHE ઓવરહેડ ઇકવિપમેન્ટ 25,000 નો કેબલ તૂટવાની ઘટના સામાન્ય રીતે બને છે. ટ્રેનના એન્જીન ઉપર લગાવવામાં આવેલા પેન્ટાગોન થકી OHE કેબલ દ્વારા વીજળી પ્રદાન થાય છે અને ટ્રેન પાટા ઉપર દોડે છે.

OHE કેબલ સતત એન્જીનના પેન્ટાગોન સાથે સંપર્કમાં રહેતો હોય ઘર્ષણની ગરમી અને ઉનાળાના તાપને લઈ કેબલ બ્રેક થવાની સંભવનાઓ વધી જાય છે. બે મેમુ ટ્રેન રદ થતા 1600થી વધુ નોકરિયાત, અપડાઉન કરનાર અને ઇદની ઉજવણી માટે જતા પરિવારો રઝળી પડ્યા હતા.

બપોરે 1 વાગ્યે રેલ વ્યવહાર શરૂ કરી દેવાયો
OHEનો વાયર તૂટી જવાના કારણે મુશ્કેલી સર્જાઈ હતી. ડાઉન લાઈનમાં 2 કલાક અને અપ લાઈનમાં 4 કલાક ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. બપોરે 1 વાગ્યા સૂધીમાં સમારકામ પૂર્ણ થતાં રેલ વ્યવહાર શરૂ કરી દેવાયો હતો.> ડી.કે. રાજુલ,સ્ટેશન માસ્તર, ભરૂચ.

વિલંબિત અને ઉભી કરી દેવામાં આવેલી ટ્રેનો

 • વડોદરા-ભરૂચ મેમુ રદ
 • ભરૂચ-સુરત મેમુ રદ
 • ડબલ ડેકર, નબીપુર ખાતે રોકાઈ
 • તેજસ એક્સપ્રેસ લાકોદ્રા અટકાવી
 • સયાજીનગરી , વડોદરા પડી રહી
 • પશ્ચિમ એકપ્રેસ, કાશીપુરા ઉભી કરાઇ
 • ગુજરાત એક્સપ્રેસ , મકરપુરા અટકાવાઈ
 • હમસફર એક્સપ્રેસ, વડોદરા સ્ટોપ કરાઈ
 • સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, બાજવા ઉભી રખાય
 • જમ્મુ તાવી સ્વરાજ, બાજવા સ્ટેશને
 • વી.લક્ષ્મીભાઈ- બાંદ્રા ટ્રેન, પીલોલમાં પડી રહી.
અન્ય સમાચારો પણ છે...