તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમર્થન:ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાના સમર્થનમાં અનુસૂચિત જાતિના 8 સંગઠનોએ રજુઆત કરી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 92 ગામોમાં વસેલો મહયાવંશી સમાજ આગળ આવ્યો

કોર્ટે તપાસના આદેશ આપ્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકે ગુરૂવારે ફરિયાદ નોંધાતા પ્રમુખ અમિત ચાવડા હિન્દૂ મહયાવંશી SC જાતિના હોવાના સમર્થનમાં આજે આઠ SC સંગઠનો અને જિલ્લાના 92 ગામોમાં વસેલો મહયાવંશી સમાજ આગળ આવ્યો હતો. જેમાં ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાના સમર્થનમાં અનુસૂચિત જાતિના 8 સંગઠનોએ રજુઆત કરી છે.

અમીત ચાવડાના માતા અને પિતા મહયાવંશી વણકર સમાજના

અનુસૂચીત જાતીમાં આવતી માહયાવંશી જ્ઞાતીના સામાજીક જુદા જુદા સંગઠનો પૈકી જંબુસર તાલુકાના 50 + 32 = 92 ગામમાં સમાજ આવેલો છે. જે સમાજમાં જેબુસર તાલુકાનું ગજેરા ગામ આવેલુ છે. જે ભરૂચ નગરપાલીકાના પ્રમુખ અમીત ચાવડાના પિતા શિવલાલ કે. ચાવડાનું વતન છે. તેમના માતા નીલાબેન ચાવડા કે જેઓનું પિયર કરખડી ગામ છે અને તે ગામ પણ આ મહયાવંશી સમાજના 92 ગામમાં આવેલું છે. જે જોતા પાલીકા પ્રમુખ અમીત ચાવડાના માતા અને પિતા મહયાવંશી વણકર સમાજના છે. અને તે નાતે પ્રમુખ પણ મહયાવંશી (અનુસૂચીત જાતી) સમાજના છે.

સંસ્થાઓના અગ્રણીઓએ લેખીત રજુઆત એ ડિવિઝન પીઆઇને કરી

ભરૂચના એ ડિવીઝન પોલીસ સ્ટેશને અમીતભાઈ ચાવડા માટે દિન 30 માં રીર્પોટ કરવાનો છે. ત્યારે આ બાબતે પોલીસ સમક્ષ સાચી હકીકત રજુ થાય તેવા આશયથી છપ્પન છત્રીસ બાણું ગામ વણકર સમાજના તથા ભરૂચ જીલ્લા રોહિત સમાજ, લીમડી ચોક વણકર સમાજ, મા મણીબા સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ જીલ્લા વાલ્મીકી સમાજ તથા સંત શીરોમણી રઈદાસ એન્ડ યુગાવતાર ડો.આંબેડકર સેવા સંધ સહિત વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ લેખીત રજુઆત એ ડિવિઝન પીઆઇને કરી છે.

આ તમામ હકીકત ધ્યાને લઈ ભરૂચ નગરપાલીકાના પ્રમુખ અમીત ચાવડા વિરૂદ્ધ તેઓની જ્ઞાતી બાબતે જે ખોટી હકીકતો ઉપજાવી કાઢી બદનામ કરવાનો દુપ્રચાર કરવામાં આવી રહેલો છે તે યોગ્ય નથી. જે હકીકત ધ્યાને લઈ આ બાબતે યોગ્ય ન્યાયીક તપાસ થાય તેવી રજુઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...