ગૌરવ:ભરૂચ જિલ્લાની 4 યુવતી સહિત 8 ખેલાડી ગુજરાત લેવલે સિલેક્ટ

ભરૂચએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશિએશન દ્વારા પસંદગી પામેલાનું અભિવાદન

ભરૂચ ડીસ્ટ્રીકટ ક્રિકેટ એઓસિએશન થકી અત્યાર સુધી 30 જેટલા ખેલાડીઓ ગુજરાત અને સ્ટેટ લેવલ સુધી રમીને પોતાની પ્રતિભા બતાવી ચુક્યા છે.હાલમાં તારીખ 7થી 9 ઓગસ્ટ ત્રણ દિવસમાં ગુજરાત ક્રિકેટ એકેડમીની પ્રેક્ટિસ મેચમાં એસોસિએશનની મહેનતથી વધુ એક વખત રંગ લાવી છે.

જેમાં જિલ્લામાં પહેલી વખત 4 યુવતીઓ અને 4 યુવાન ખેલાડીઓ મળીને કુલ 8 ખેલાડીઓ એક સાથે ગુજરાત ક્રિકેટમાં પસંદગી પામ્યા છે.જેમાં જિલ્લાના રાજ્ય ક્રિકેટ ટીમમાં અંડર 19 માં સ્મિત પટેલ, સ્વપ્નિલ ભાવસર, અંડર 23માં આકાશ પાંડે, ચિન્મય પટેલ, જ્યારે સિનિયર વુમન ટીમમાં મુસ્કાન વસાવા અને અંડર 19 ટીમમાં મહેક કાલીવાલા, મહેક મોદી અને વેલીસા પટેલ સિલેક્ટ થયા છે.

આ તમામ ખેલાડીઓનો મનોબળ વધારવા ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ, મંત્રી ઇસ્તાક પઠાણ, ખજાનચી કીર્તિ શાહ, ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર, સહમંત્રી વિપુલ ઠક્કર, સોક્ત જિનવાલાએ તમામ ખેલાડીઓને મળીને વધુ મહેનત કરીને ગુજરાત લેવલથી ઇન્ડિયા લેવલ સુધી પહોંચે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...