ભરૂચ તાલુકામાં આવેલાં કંથારીયા ગરમિયા નાળા પાસે રહેતાં એક યુવાનની ભરૂચ એપીએમસીમાં આવેલી એક દુકાન એક શખ્સના માધ્યમથી ભાડે આપી હતી. દરમિયાનમાં શખ્સે ભાડૂઆતને ધમકાવી હવેથી ભાડું મને આપવાનું તેમ કહેતાં યુવાનની તે બાબતે શખ્સ સાથે રકઝક થઇ હતી. અરસામાં શખ્સે તેના અન્ય સાગરિતો મળી આઠેક જણાએ યુવાનના કરે મારક હથિયારો સાથે ઘુસી જઇ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના કંથારિયા ગામે ગરમિયા નાળા પાસે રહેતાં હુજેફા સલીમ ઇબ્રાહિમ પટેલની ભરૂચ એેપીએમસી માર્કેટમાં એક દુકાન આવેલી છે. જે તેણે ફાટાતળાવ કસાઇવાડ વિસ્તારના મોહમદ સિદ્દીક કુરેશીના માધ્મમથી સંતોષી વસાહત ખાતે રહેતાં યુસુફભાઇને ભાડેથી આપી હતી. દુકાન ભાડે આપ્યાં બાદ છેલ્લા ચાર-પાંચ મહિનાથી મોહમદ સિદ્દીક કુરેશી ભાડૂઆત પાસે જઇ તારે હવેથી ભાડુ મને જ આપવાનું તેમ કહીં તેને ધમકવાતો હતો. ઉપરાંત હુજેફાની માતાને પણ ધમકાવતો હતો.
જેના પગલે હુજેફાની મોહમદ સિદ્દીક કુરેશી સાથે સામાન્ય તકરાર થઇ હતી. દરમિાનમાં ગઇકાલે હુજેફા તેના ઘરે હતો. તે વેળાં મોહંમદ સિદ્દીક તેમજ તેનો પુત્ર ગુલામ શાબીર સહિત ઉવેશ, ઇસ્માઇલ, અબ્દુલ કાદીર, હનીફ નમાજી તથા અન્ય 2 જણા મળી કુલ 8 લોકોએ ઘરમાં ચપ્પુ સહિત મારક હથિયારો સાથે ઘુસી આવ્યાં હતાં. મારક હથીયારો સાથે ધસી આવેલા હુમલાખોરથી પરિવારજનો ગભરાઇ ગયા હતા.
હુમલા ખોરોએ હુજેફાને તુ કેમ દુકાનના ભાડા બાબતે મારી સાથે ઝઘડો કરે છે કહી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ પરિવારજનોને પણ ધાક ધમકીઓ આપી હતી. બનાવ સંદર્ભે હુજેફાએ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.