તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ભરૂચ નગર પાલિકાની ચૂંટણીમાં BJPના 8 નવા ચહેરા નિ‌શ્ચિત

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • યુવાનોને આગળ લાવવા હવે વયસ્કોને નિવૃત્તિ
 • પ્રદેશ અધ્યક્ષના નિર્ણયથી પીઢ કાર્યકરોમાં સોપો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને હાલમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. બંને મુખ્યે રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વિવિધ વિસ્તોરમાં જઇને કાર્યકરોની સેન્સ લઇ રહ્યા છે. દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મળેલી બેઠકમાં હવે યુવા બ્રિગેડીયર્સને આગળ લાવવા માટે 60થી વધુ વયના કાર્યકરોને નિવૃત્ત કરવાની સાથે મહત્વના 3 નિર્ણયો જાહેર કરતા વયસ્ક ઉમેદવારોમાં સોપ પડી ગયો છે. ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ સીટો જીતવા તરફ અમે આગળ વધી રહ્યા છે.

ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ ઉમરના કાર્યકર્તાઓ અને તેની ત્રણ ટર્મ પુરી થઈ હોય તેને ટિકિટ નહીં અપાય,જયારે આગેવાનોના સાગાઓની પણ બાદબાકી કરવાનો નિર્ણય લેવાતા ઉમેદવારોમાં ચર્ચાએ જોર પકડયું છે.

ત્યારે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ નગરપાલિકામાં ભાજપના ઘણા સભ્યો જેવા કે,જે.પી.નાયક, પાર્વતી પરમાર,દિપક મિસ્ત્રી, સતીશ મિસ્ત્રી, રાજેશ ચૌહાણ,મુકેશ રાણા સહીતના ઉમેદવારો 3 ટર્મથી નગરપાલિકાની ચૂંટણીઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

પરંતુ આ વર્ષે ભાજપ પાર્લામેંટરી બોર્ડની બેઠકમાં કરાયેલા નિર્ણયના કારણે આ લોકોને ટિકિટ નહિ મળવાની શક્યતાઓ રહેલી છે.જોકે પાલિકાના માજી પ્રમુખ વિજય કોન્ટાક્ટર અને ઉપપ્રમખ ભરત શાહની પણ ઉમરના કારણે નામ કપાય તેવી સંભાવના દેખાઈ રહી છે.જો ભાજપના આ મહત્વના ગણાતા કાર્યકરોની ટિકિટ કપાય તો તેમને મન દુઃખ થવાની વાતોએ જોર પકડ્યું છે.

હવે આ કોર્પોરેટરો ચૂંટણી નહી લડે
આ વર્ષે યોજાનાર ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ગઈ ટર્મમાં ભાજપમાંથી ચૂંટાયેલા કાર્યકરો પૈકી અમુક ઉમેદવારો ચૂંટણી નહીં લાડવાના હોવાનું પણ જાણવા મળ્યું છે.જેમાં વોર્ડ નંબર-4 ના મનુબેન રાણા,વોર્ડ નં -6 ના મનોજ વસાવા,વોર્ડ નં- 7ના બાબુ વસાવા,વોર્ડ નં- 8 ના શીતલ વસાવા અને જીગ્નેશ મિસ્ત્રી, વોર્ડ નં- 9 ના સીતા મિસ્ત્રી, વોર્ડ નં- 11 ના અંબા પરીખ અને વર્ષા જાદવ આ વર્ષે ચૂંટણી નહિ લાડવાના હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો