તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:નર્મદામાં નવા 8 કેસ : પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી પણ સાજા થઇ પરત ફર્યા

રાજપીપલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીને રાજપીપલા બાદ વડોદરા ખસેડાયા હતા, 16 દિવસે સાજા થયા

નર્મદા જિલ્લામાં કોરોનાના બુધવારે વધુ 8 કેશ પોઝિટિવ આવ્યા જેની સાથે નર્મદા જિલ્લામાં અત્યાર સુધીના કોરોના પોઝિટિવનો આંક 438 પર પહોંચી ગયો છે. રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી 7 દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 4 દર્દીઓ સહીત કુલ 11 દર્દીઓને આજે રજા અપાતા, જિલ્લામા આજદિન સુધી કુલ 364 દરદીઓને રજા આપાઇ છે. ગુજરાત કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવાને કોરોના પોઝિટિવ આવતા ગત 21 જુલાઇએ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, પાંચ દિવસ બાદ તકલીફમાં વધારો થતાં તાત્કાલિક વડોદરાની ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં 11 દિવસની સારવાર બાદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા 5 મી ઓગસ્ટે તેમને ત્યાંથી રજા અપાઇ હતી. હાલ તેઓ પોતાના ઘરે નિયમ મુજબ 15 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન છે.

અન્ય સમાચારો પણ છે...