બસમાં તોડફોડનો મામલો:શેરપુરા પાટિયા પાસે 31 જાન્યુઆરીએ બનેલી ઘટના મામલે ભરૂચ જિલ્લા AIMIM પ્રમુખ નદીમ ભીખી સહિત 8ની ધરપકડ

ભરૂચ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં એકનું મોત નિપજ્યા બાદ બસમાં તોડફોડ કરી આગ લગાડવામાં આવી હતી

ભરૂચના શેરપુરા ગામ નજીક અકસ્માત સર્જાયા બાદ બે બસમાં તોડફોડ કરી આગ ચંપી કરવાના મામલમાં પોલીસે આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

31મી જાન્યુઆરીની રાતે ભરુચના શેરપુરા ગામ પાસે ભરૂચના શેરપુરાના ફોકલ ફળીયામાં રહેતા 65 વર્ષીય ઇસ્માઇલ આદમ માંચવાલા પોતાની બસના પેસેન્જરો શ્રવણ ચોકડી ઉતારી પરત શેરપુરા બસ સ્ટેન્ડ પાસે પોતાની બસ આવી ઉભી રાખી હતી અને બસનો દરવાજો ખોલી નીચે ઉતરી રહ્યા હતા તે વેળા દહેજ તરફથી જમાદાર ટ્રાવેલ્સની બિરલા કોપરની શીફ્ટ લઈ પુરઝડપે આવતી લકઝરી બસ નંબર-જી.જે.01.9376ના ચાલકે ઇસ્માઇલ માંચવાલાને અડફેટે લેતા તેઓનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું જે બાદ એકત્રિત થયેલા ટોળાંએ ભારે તોડફોડ કરી બે બસમાં આગ ચંપી કરી હતી.

બનાવ અંગે ભરૂચ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટોળા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને નિવેદનોના આધારે બસની તોડફોડ અને આગ લગાડવાની ઘટનામાં ધરપકડનો દોર શરૂ કર્યો હતો. પોલીસે અગાઉ આ મામલામાં ઝુબેર ઐયબુ અહમદભાઇ પટેલ, સઇદ અહમદ ઇસશા પટેલ,ઇમરાન ઇબ્રાહીમ વલી પટેલ,સાદીક યાકુબ અહમદ પટેલ અને મોહસીન યાકુબ પટેલની ધરપકડ કરી તેઓની વધુ પૂછપરછ કરતાં તેઓએ એ.આઈ.એમ.આઈ.એમના જિલ્લા પ્રમુખ પટેલ નદીમ અહમેદ ઉર્ફે ભીખી અબ્દુલ હક, ઇલ્યાસ વલી પટેલ અને સફયાન અબ્દુલ ઉઘરાદારની સંડોવણી હોવાનું કબૂલ કર્યું હતું પોલીસે તે ત્રણેય ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...