ભરૂચમાં અલગ અલગ બે સ્થળે પોલીસે દરોડાં પાડી જુગાર રમતાં કુલ 8 જુગારિયાઓને ઝડપી પાડ્યાં હતાં. તેમજ જુગારિયાઓ પાસેથી કુલ 24 હજાર રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના સી ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, મક્તમપુર અને ઝાડેશ્વર ગામમાં અલગ અલગ બે સ્થળે જુગારની મહેફિલ જામી છે. જેના પગલે પોલીસની બે અલગ અલગ ટીમોએ બન્ને સ્થળે દરોડાં પાડ્યાં હતાં. જેમાં ઝાડેશ્વર ગામે નિઝામવાડી ખાતે ખુલ્લા મેદાનમાં જુગાર રમતાં પ્રતાપસિંગ રામપાલ નિશાદ, કલ્લુ રામપ્રસાદ નિશાદ, રંગીલાલ મુલ્લુ નિશાદ તેમજ સુરેન્દ્ર રાજસજીવન નિશાદને ઝડપી પાડી તેમની પાસેથી તેમની પાસે અંગઝડતી અને દાવપર લાગેલાં મળી કુલ 12 હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરી હતી.
જ્યારે બીજી ટીમે મક્તમપુર ગામે પોસ્ટ ઓફિસ પાસે જાહેરમાં લાઇટના અજવાળે જુગાર રમતાં કિરણ ડાહ્યા પટેલ, અક્ષય બાબુ પટેલ, અમિત મોહન પટેલ તેમજ નૈનષ નટવર વસાવાને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી પણ અંગઝડતી અને દાવપર લાગેલાં મળી કુલ 12 હજારની રોકડ રકમ સહિતનો જુગારનો સામાન જપ્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.