તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેન્કના ચેરમેનનો તાજ 7મી વાર અરૂણસિંહના શિરે

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે 19 ઉમેદવારો બિનહરીફ જાહેર
  • બાકી રહેલી બે બેઠકો માટે આગામી 16 જુલાઈએ ચૂંટણી યોજાશે

ભરૂચ ડિસ્ટ્રીકટ કો - ઓપરેટીવ બેન્કની બોર્ડની ચુંટણીમાં ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે 19 ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં એપીએમસીના ચેરમેન અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણા હવે સતત સાતમી વખત ભરૂચ ડિસ્ટ્રીકટ કો- ઓપરેટીવ બેન્કના બિનહરીફ ચેરમેન બનશે.

ભરૂચ ડિસ્ટ્રીકટ કો - ઓપરેટીવ બેન્કની ચુંટણીની પ્રક્રિયા 18મી જુનથી શરૂ થતાં જ સહકારી ક્ષેત્રે ચહલ પહલ શરૂ થઈ હતી. ચુંટણીમાં ગણેશ સુગરના માજી ચેરમેન સંદિપ માંગરોલાએ પણ ઉમેદવારી નોંધાવેલ હતી. જો કે સંદિપ માંગરોલા સહિત ચાર ઉમેદવારોના ફોર્મ રદ થયાં હતા. મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. 5મી જુલાઈના રોજ ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો.

જયારે બીજી બાજુ હાઈકોર્ટમાં પણ આજ દિવસે સુનાવણી હતી. દરમ્યાન હાઈકોર્ટેક તેમની અરજીને ફગાવી દઈ તેમને ટ્રિબ્યુનલમાં જવાના નિર્દેશ કર્યો હતો જયારે આ બાજુ ચુંટણી અધિકારી એ પણ ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે અરૂણસિંહ રણાની પેનલના ૧૯ ઉમેદવારોને બિનહરીફ જાહેર થતાં જ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સતત સાતમી વખત ચેરમેન બનશે.

અન્ય સમાચારો પણ છે...