• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • 78 New Cases Of Corona Were Reported In The District On Monday, 357 Active Cases, Only 19 Patients Under Treatment In The Hospital.

ભરૂચ કોરોના LIVE::જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 78 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 357 થયા, માત્ર 19 દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 357 એક્ટિવ કેસ પૈકી 338 દર્દીઓ ઘરે જ સારવાર હેઠળ
  • ઓમિક્રોન વેરિઅન્ટના કુલ 4 કેસ

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 78 કેસ નોંધાયા હતા. જેથી જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 357 થઈ છે.

જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 78 કેસ સામે આવ્યાં હતા. જેમાં ભરૂચ શહેરમાંથી 33, અંકલેશ્વરમાંથી 44 તેમજ વાલીયામાંથી એક કેસ સામે આવ્યો છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 357 થઈ છે. જે પૈકી 338 દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ છે, જ્યારે માત્ર 19 દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં એક પણ દર્દી ઓક્સિજન ઉપર નથી.

ઓમિક્રોન વેરિઅન્ટની વિગત જોઈએ તો જિલ્લામાં ઓમિક્રોનના કુલ 4 કેસ છે. જે પૈકી 2 સારવાર હેઠળ છે. જ્યારે 2 દર્દીઓ સ્વસ્થ થતા તેઓેને રજા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...