તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભરૂચમાં 7.77 કરોડનું લોન કૌભાંડ : બેન્કના પૂર્વ મેનેજર, બિલ્ડર સહિત 4 જણાં ઝડપાયા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરતના જે.વી. ડેવલોપર્સના ફીણવિયા બંધુનું કારસ્તાન : 49 પ્લોટ પર બોગસ લોન લીધી

સૂરતના જે. વી. ડેવલોપર્સના બિલ્ડર વિજય ફીણવીયા તેમજ જયદિપ ફીણવીયા એ તેમના વર્ષ 2016-17માં સૂરતના હથુરણ, તરસાડી તેમજ અંક્લેશ્વર તાલુકાના ઉંટિયાદરા ગામોમાં ચાર સ્કિમ મુકી હતી. જેમાં પોતાના જ સગા-સંબંધીઓના નામે તેમણે 49 પ્લોટ પર યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા બેન્કમાંથી લોન લઇ રૂપિયા 7.77 કરોડનું લોન કૌભાન્ડ આચર્યુ હતું.

બેન્કના ઓડિટમાં કારસાનો ખુલાસો થતાં બેન્કે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બિલ્ડર્સ દ્વારા બોગસ દસ્તાવેજો બેન્કમાં રજૂ કરી તત્કાલિન બેન્ક મેનેજર જી. કે. વસાવાની મદદથી લોન મેળવી કૌભાંડ આચર્યું હતું.

કારસામાં વિજય ફીણવીયાના બનેવી સુરેશ હિંમત સુહાગીયા, તેમજ મામા ફોઇના છોકરા જગદિશ બાલુ વેકરિયા, હરેશ કાલુ વેકરિયાની પણ સંડોવણી જણાઇ હતી. જેમાં હરેશ તેમજ જગદિશે કેટલાંક પ્લોટમાં પોતે કોન્ટ્રાક્ટર હોવાનું જણાવી પ્લોટ પર બાંધકામ થઇ ગયું હોવાનું જણાવી બેન્કમાંથી રૂપિયા મેળવ્યાં હતાં.

જ્યારે અંક્લેશ્વરના પ્રકાશ લોખંડવાલા, તેમજ સુરતનો બંકિમ રમણલાલ દવે નામના વેલ્યુઅરે પણ બોગસ રિપોર્ટ આપ્યાં હતાં. જ્યારે ભરૂચના વકીલ મુકુલ ઠાકોરે ટાયટલ ક્લિયરન્સના બોગસ દસ્તાવેજ તૈયાર કર્યાં હતાં. મામલામાં બેન્કે નોંધાવેલી ફરિયાદ પૈકીના 11 આરોપીઓ પૈકી વકીલ મુકુલ ઠાકોર તેમજ ઘનશ્યામ ઘોરીનું મોત થયું હોઇ તે સિવાયના 9 પૈકી બિલ્ડર ફીણવીયા બંધુ તેમજ બેન્કના બે મેનેજરોની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...