પ્રોહિબિશનની કાર્યવાહી:ભરૂચના કેબલ બ્રિજ પરથી બોલેરો પીકઅપ ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની 708 બોટલ ઝડપાઈ

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સી ડિવિઝન પોલીસે મહિલા સહીત બે ઈસમોને ઝડપી પાડ્યા
  • 85 હજારનો દારૂ અને ગાડી મળી કુલ 5.12 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ સી ડિવિઝન પોલીસે કેબલ બ્રિજ પરથી બોલેરો પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 5.12 લાખના મુદ્દામાલ સાથે મહિલા સહીત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી વડોદરા બાજુ જતી બોલેરો પીકઅપ ગાડી નંબર-જી.જે.27.ટી.ટી.6979માં વિદેશી દારૂનો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નેશનલ હાઇવે ઉપર કેબલ બ્રિજના ઉત્તર છેડા પર વોચમાં હતો તે સમયે બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 708 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 85 હજારનો દારૂ અને ત્રણ ફોન તેમજ 5 લાખની ગાડી મળી કુલ 5.12 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અમદાવાદની અદાણી ચોકડી પાસે ઝુપડપટ્ટીમાં રહેતો રમેશ કેશિયા મીણા અને પારૂલબેન વિનોદ વાઘેલાને ઝડપી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...