લાભ:ઝાડેશ્વર-ભોલાવના 70 હજાર લોકોને હવે મીઠા પાણી મળશે

ભરૂચનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડદલા, વગુસણા, લુવારા અને હલદરવા ગામને પણ લાભ થશે

ઝાડેશ્વર અને ભોલાવ ગામના 70 હજારથી વધુ લોકો મીઠા પાણીનો લાભ મળશે. 43.71 કરોડના ખર્ચે નાંદ ઇન્ટેકવેલમાંથી બંને પંચાયતોને પાણી પહોંચાડવાના પ્રોજેક્ટને મંજૂરી મળી છે. આગામી દોઢ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થતાં લોકોને મીઠા પાણી મળી શકશે. ભરૂચના ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતોમાં 70 હજારથી વધુ લોકો રહે છે.ઘણાં વર્ષોથી ભરૂચની આસપાસના પંચાયત વિસ્તારોમાં પીવાના મીઠા પાણીની સમસ્યાઓ સર્જાઇ રહી હોઇ અનેકવાર રજૂઆતો કરાઇ છે. ત્યારે ધારાસભ્ય દુષ્યંત પટેલે પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ભોલાવ અને ઝાડેશ્વર પંથકમાં મીઠા પાણી મળી રહે તે માટેનું આયોજન કરવા સુચવ્યું હતું.

દરમિયાનમાં રાજ્યના પાણી પુરવઠા વિભાગ દ્વારા બંને પંચાયતોને પીવાના પાણી મળી રહે તે માટેના 43.71 લાખના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ભરૂચના ભોલાવ અને ઝાડેશ્વર ગામની સાથે સાથે વડદલા, વગુસણા, લુવારા, તેમજ હલદરવા ગામોને પણ પીવાનું પાણી મળી રહે તેવું પણ આયોજન કરાયું છે. ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે નર્મદા નદીના પાણી જિલ્લાવાસીઓને જ મળતા નથી. નાંદ ઇન્ટેકવેલમાંથી નગરપાલિકાને પાણી પહોંચાડાતું હોવાથી શહેરી વિસ્તારોમાં મીઠા પાણી મળે છે. જોકે ભોલાવ અને ઝાડેશ્વર પંથકમાં હજી મીઠા પાણીની સમસ્યાં હોવાથી અમારા દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે સરકારમાંથી પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આગામી દોઢ વર્ષમાં વિસ્તારના લોકોને મીઠા પાણી મળી જાય તેવું આયોજન કરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...