કામગીરી:ભરૂચમાં PM કિસાન યોજનામાં 68 ટકા ખેડૂતોનું e-KYC પૂર્ણ

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 1.86 લાખ ખેડૂતો પૈકી 59 હજાર ખેડૂતોનું KYC બાકી

ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે પીએમ કિસાન યોજના અંતર્ગત સહાય ચુકવવામાં આવે છે. ત્યારે જિલ્લાના કુલ 1.86 લાખ જેટલાં ખેડૂતો પૈકીના 68 ટકા ખેડૂતોની e-KYCની કામગીરી ખતીવાડી વિભાગે પુર્ણ કરી દીધી છે. જ્યારે બાકી રહી ગયેલાં 59 હજાર જેેટલાં ખેડૂતોની e-KYCની કામગીરી પણ ટૂંક સમયમાં પુરી કરવા માટે સરકારમાંથી સૂચના અપાઇ છે.ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અવનવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જે પૈકી એક યોજના છે પીએમ કિસાન યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવે છે.

જે કિસાન આ યોજનાનો લાભ લઇ રહ્યા છે તે ખેડૂતોએ KYC કરાવવું જરૂરી છે. જે ખેડૂતોએ E-KYC કરાવ્યું નહીં હોય તે ખેડુતોને અગિયારમા હપ્તાનાં બે હજાર રૂપિયા નહીં મળે. દરમિયાનમાં ભરૂચ જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા અત્યાર સુધીમાં જિલ્લાના 1,86,209 ખેડૂતો પૈકીના 1,26,698 ખેડૂતોની એટલે કે 68 ટકા ખેડૂતોની e-KYCની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે હજી 59511 ખેડૂતોની e-KYCની કામગીરી બાકી છે. ખેતીવાડી વિભાગ દ્વારા તમામ ખેડૂતોની e-KYCની કામગીરી વહેલી તકે પુર્ણ કરવાની કવાયત હાથ ધરી છે.

ઘર બેસીને આ રીતે કરી શકો છો E-KYC
ખેડૂતો બે રીતે પીએમ કિસાન યોજના માટે E-KYC કરાવી શકે છે. ખેડૂતો નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને E-KYC કરાવી શકે છે. આ સિવાય પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર ઘરે બેસીને E-KYC થઇ શકે છે. આ માટે આધારકાર્ડમાં તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. લિંક થયા બાદ લેપટોપ, મોબાઈલથી ઓટીપી દ્વારા KYC કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...