ભરૂચ કોરોના LIVE:જિલ્લામાં કોરોનાએ ગતિ પકડી, પાંચ પોલીસકર્મી સહિત નવા 68 કેસ પોઝિટીવ, 287 સારવાર હેઠળ

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં કોરોનાએ ગતિ પકડી, કુલ આંક 364 પર પહોંચ્યો

ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેનની ગતિએ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. રવિવારે જિલ્લામાં પાંચ પોલીસ કર્મી સહિત નવા 68 કેસ નોંધાયાં હતાં. જે પૈકી ભરૂચમાં 46 તેમજ અંક્લેશ્વરમાં 20 કેસ નોંધયાં છે. ઝઘડિયામાં 2 કેસ આવતાં કુલ આંક 364 પર પહોંચ્યો છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. રવિવારે પણ જિલ્લામાં એક સામટા 68 કેસ સાથે કોરોના બ્લાસ્ટ થયો હતો. જેમાં ભરૂચમાં સૌથી વધું 46 કેસ નોંધાયાં હતાં.

અંક્લેશ્વરમાં 20 કેસ જ્યારે ઝઘડિયામાં 2 કેસ નોંધયાં હતાં. જિલ્લામાં હાલમાં કુલ 314 કેસ પકી 77 લોકો સાજા થઇ ગયાં હોઇ હાલમાં 287 લોકો સારવાર હેઠળ છે. જે પૈકીના 279 હોમ આઇસોલેશનમાં જ્યારે 8 લોકો કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લાના કુલ 364 કેસ પૈકીના 234 કેસ માત્ર ભરૂચમાં નોંધયાં છે. જ્યારે અંક્લેશ્વરમાં 97, જંબુસરમાં 3, વાલિયામાં 21, વાગરામાં 1 તેમજ હાંસોટમાં 3 કેસ નોંધાયાં છે.

અંકલેશ્વરમાં રવિવારે 21 કોરોનાના દર્દી નોંધાયા
અંક્લેશ્વરમાં છેલ્લા 4 દિવસથી કોરોનાના દર્દીઓનો આંક ડબલ ડિજીટમાં આવી રહ્યો છે. જેમાં કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ 9 જાન્યુઆરી એ 21 કોરોના દર્દી નોંધાયા નોંધાયા છે. અંકલેશ્વર નું કોરોના મીટર 82 પર પહોંચ્યું છે. 82 માંથી 74 દર્દી વેક્સીન ના બને ડોઝ લીધા હોવા છતાં પોઝિટિવ આવ્યા છે. તો કોરોના સંક્રમણ ઝડપથી વધવા પાછળ લોકો બેદરકારી અને સંક્રમિત હોવા છતાં જાહેર માં ફરતા હોવાના કારણે ઝડપી થી ફેલાઈ રહ્યો છે.

અંકલેશ્વર કોરોના સંક્રમિત દર્દી ની લાપરવાહી ને લઇ તેમના પરિવાર અને સંબંધી સુધી હવે કોરોના પહોંચી રહ્યો છે. અંકલેશ્વર માં નોંધાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી 74 જેટલા દર્દીઓ વેક્સીન ના બને ડોઝ લીધા હોવા છતાં કોરોના સંક્રમિત થયા છે. અન્ય કોરોના પોઝિટિવ દર્દી એ વેક્સીન નો સિંગલ ડોઝ લીધા છે. તો 2 દર્દી ઓ વેક્સીન નો ડોઝ હજી સુધી લીધો નથી. અંકલેશ્વર માં હાલ કોરોના હોટસ્પોટ જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તાર બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...