ચોરી:નિવૃત મેલેરિયા સુપરવાઈઝરના મકાનમાંથી 6.31 લાખની ચોરી

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી તુલસીધામ સોસાયટીનો બનાવ
  • તસ્કરો રોકડા 50 હજાર, સોના-ચાંદીના દાગીના ઉઠાવી ગયા

ભરૂચની તુલસીધામ સોસાયટીમાં આવેલા જિલ્લા પંચાયતના નિવૃત મેલેરિયા સુપરવાઇઝરના બંધ ઘરને તસ્કરો નિશાન બનાવી 13 તોલા સોનુ, 10 તોલા ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ ₹6.31 લાખનો હાથ ફેરો કરી ગયા હતા. ઝાડેશ્વર રોડ પર આવેલી તુલસીધામ સોસાયટીમાં રહેતા નિવૃત મેલેરિયા સુપરવાઈઝર સોમાભાઈ રણજીતભાઈ પરમાર દીકરી મનિશાએ જુના તવરામાં રંગ ફોર્ચ્યુન સોસાયટીમાં નવું મકાન લેતા 14 મેંથી પરિવાર સાથે ત્યાં રહેતા હતા. રોજ તેઓ તુલસીધામના ઘરે સાફ સફાઈ કરવા સવારે આવતા હતા. શુક્રવારે તેઓ બંધ ઘરે આવી તાળું ખોલતા બીજા રૂમમાં સામાન વેરવિખેર હતો. લાકડાના તમામ કબાટો ખુલ્લા હતા. ઘરના પાછળના ભાગે જોતા ઘરનો પાછળના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો.

ઘરમાં રાખેલાં કબાટમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડા 50 હજાર મળી તસ્કરો કુલ ₹6.31 લાખનો હાથ ફેરો કરી ગયા હતા. જેમાં તસ્કરો સોનાનો સેટ, મંગળસૂત્ર, 3 ચેઇન, 6 બુટ્ટી, 6 પેન્ડલ, 2 બંગડી, લક્કી, ચાંદીના સાંકડા ચોરી જતા સી ડિવિઝન પોલીસને જાણ કરાઈ હતી. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ડી. પી. ઉનડકડ તેમના સ્ટાફ સાથે તુરંત સ્થળ પર દોડી ગયાં હતાં. તસ્કરોએ ઘરમાં ક્યાંથી પ્રવેશ્યા તે સહિતની વિગતો મેળવવા સાથે પોલીસે ડોગ સ્કવોર્ડની મદદથી તસ્કરો કઇ દિશામાં ગયાં તેવી વિગતો મળવાની તેમજ એફએસએલની મદદથી તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...