કોરોના રસીકરણ:ભરૂચ જિલ્લામાં કિશોરોના રસીકરણનું 62% કામ પૂર્ણ, 10 હજારથી વધુને પ્રિકોશન ડોઝ

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં પહેલો અથવા બન્ને ડોઝ અને પ્રિકોશન ડોઝ લેનારાઓની કુલ સંખ્યા 13.75 લાખ થઈ
  • ફ્રન્ટલાઈન વર્કર્સના રસીકરણનો જિલ્લામાં ત્રીજો દિવસ

ભરૂચ જિલ્લાના શહેરી તથા ગ્રામ વિસ્તારમાં શિક્ષણ વિભાગ સહયોગી અભિયાન હેઠળ આરોગ્ય વિભાગે 15થી 18વર્ષના કિશોરોના રસીકરણની 62.94 ટકા કામગીરી પૂર્ણ થયેલ છે. આ અભિયાન 3જી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના સર્વે પ્રમાણે જિલ્લામાં અંદાજીત 93267 કિશોરો રસી લેવાને પાત્ર હતા. આ પૈકી 11 જાન્યુઆરી સુધીમાં 58704 કિશોરોએ રસી લઈ લીધી છે. જે કિશોરોએ હજુ રસી નથી લીધી તેમના વાલીઓ પોતાના સંતાનોને રસી અપાવી કોરોના સામે સુરક્ષિત કરે તેવો જિલ્લા આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.

ભરૂચ જિલ્લામાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને અન્ય બિમારીઓ ધરાવતાં 60 કે તેથી વધુ ઉંમરના 25000 લોકોને કોરોના રસીનો ત્રીજો પ્રિકોશન ડોઝ મેળવવાને પાત્ર છે. જેમાં જિલ્લામાં ત્રણ દિવસથી કામગીરી ચાલી રહી છે. આ દિવસો દરમિયાન અત્યારસુધી 10 હજારથી વધુ લોકો રસી લઈ ચૂક્યા છે. રસીકરણના પ્રથમ દિવસે ફન્ટલાઇન વર્કર 1590, હેલ્થ વર્કર 1755 તથા 60 વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય ક્રોનિક બિમારી ધરાવતા વ્યસ્કો 1490 મળી કુલ 4855 લોકોએ કોરોના વેકસીન પિક્રોશન ડોઝનો લાભ લીધો હતો.

તા 11 જાન્યુઆરી સુધીમાં ફન્ટલાઇન વર્કર 1784, હેલ્થ વર્કર 858 તથા 60 વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય ક્રોનિક બિમારી ધરાવતા વ્યસ્કો 851 મળી કુલ 3493 લોકોએ કોરોના વેકસીન પિક્રોશન ડોઝનો લાભ લીધો હતો. આ રસી લેવાની બાબતમાં વડીલો ઉત્સાહી જણાય છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરાએ આજની તારીખે જિલ્લામાં પહેલો અથવા બન્ને ડોઝ તેમજ પ્રિકોશન ડોઝ લેનારાઓની કુલ સંખ્યા મળીને 1375660 થઈ છે. તેમણે નાગરિકોને માસ્ક પહેરી સોશિયલ ડીસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.

અંકલેશ્વર શહેર પોલીસ મથકે ખાસ વેક્સીન કેમ્પ
ફ્રન્ટલાઇન વોરિયર્સ એવા પોલીસ કર્મચારીઓને વેક્સીનનો પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. શહેર પોલીસ મથકે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિશેષ વેક્સીન કેમ્પ નું આયોજન કર્યું હતું. બીજો ડોઝ લીધા ને 9 માસ પુરા કરેલ હોય તેવા પોલીસ જવાનોએ પ્રિકોશન ડોઝ લીધા હતા. અંકલેશ્વર અર્બન હેલ્થ વિભાગ દ્વારા શહેર પોલીસ મથક ખાતે પોલીસ કર્મચારીઓને વેક્સિન નો પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...