તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ભરૂચ જિલ્લાના 61 હજાર છાત્રો એકમ કસોટી આપશે

ભરૂચ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટીનું આયોજન 2 માર્ચથી થશે
 • લોકડાઉનમાં વિદ્યાર્થીઓ વાલીઓના નિરીક્ષણમાં પરીક્ષા આપતાં હતાં

કોરોનાને કારણે શાળા-કોલેજો બંધ હતી તેથી અત્યાર સુધી યોજાયેલ એકમ કસોટી વિદ્યાર્થીઓના ઘરે જ લેવાતી હતી. શિક્ષકો એકમ કસોટીના પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓને ઘરે જઇને આપતા હતા. જોકે શાળા શરૂ થયા બાદ હવે ધો. 9થી 12ના છાત્રોની એકમ કસોટીનું આયોજન શાળા કક્ષાએ થાય તેવી શક્યતા છે. ભરૂચ જિલ્લાના 61 હજાર વિદ્યાર્થીઓ એકમ કસોટીમાં ભાગ લેશે. આ એકમ કસોટીનું આયોજન 2 માર્ચથી થશે.

ઓનલાઇન શિક્ષણ મેળવ્યા બાદ હવે ક્લાસરૂમ સ્ટડી શરૂ થયાને એક મહિનાથી વધુ સમય થયા બાદ વિદ્યાર્થીઓનું સ્વમૂલ્યાંકન જરૂરી હતી. જેથી આગામી પરીક્ષા માટે તૈયારી થાય જેના કારણે હવે એકમ કસોટીમાં ભાગ લેશે. અત્યાર સુધી વાલીઓના નિરિક્ષણમાં વિદ્યાર્થીઓએ કસોટી આપી હતી. જોકે વાલીઓના નિરિક્ષણની એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ કેટલી રૂચીથી આપી હશે તે એક ચિંતાનો અને સત્યતાનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો