• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • 60.13 Per Cent Voting On Nikora Seat Of Bharuch Taluka Panchayat, 33.10 Per Cent Voting For Ward No 10 Seat Of The Municipality.

ચૂંટણીમાં નિરસ મતદાન:ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠક પર 60.13 ટકા પાલિકાના વોર્ડ નં-10ની બેઠક માટે 33.10 ટકા મતદાન

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં નિરસ મતદાન
  • ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠક અને નગરપાલિકાના વોર્ડ નંબર-10ના મહિલા ઉમેદવારોનું કોરોના કાળમાં મોત થતાં ખાલી પડેલી બેઠકો ઉપર રવિવારે ચૂંટણી યોજાઈ

ભરૂચ તાલુકા પંચાયત અને પાલિકાની ફેબ્રુઆરીમાં જ ચૂંટણી યોજાઇ હતી. જેમાં નિકોરા બેઠક પર વિજેતા ધર્મિષ્ઠાબેન પટેલ તેમજ ભરૂચ પાલિકાના વોર્ડ 10માંથી વિજેતા અસ્મા ઇકબાલ શેખનું કોરોનાને કારણે મોત થતાં બન્ને બેઠકો ખાલી પડી હતી. ચૂંટણી આયોગની સૂચનાથી બન્ને બેઠકોની રવિવારે પેટા ચૂંટણી યોજાઇ હતી.

બન્ને બેઠકો પર મતદારોમાં નિરસતા જોવા મળી હતી. નિકોરા બેઠક પર એક તબક્કે લોકોએ મતાધિકારનો ઉપયોગ કરતાં સાંજના 5 વાગ્યા સુધીમાં 7,625 મતદારો પૈકીના 4585 લોકોએ મત આપતાં કુલ 60.13 ટકા મતદાન થયું હતું. સાંજે 5 વાગ્યા સુધી 16,506 મતદારો પૈકી 5464 લોકોએ કુલ 33.10 ટકા મતદાન કર્યું હતું.

ઉમેદવારોના નામ
ભરૂચ તાલુકાની નિકોરા બેઠક
ભાજપ - રેવાબેન પટેલ
કોંગ્રેસ - માધુરીબેન વસાવા

ભરૂચ પાલિકા વોર્ડ નંબર 10 ભાજપ - ફાતમાबेनબેન પટેલ કોંગ્રેસ - સાયરાબાનું શેખ AAP - ફરીદાબાનું શેખ AIMIM - સાદિકાબીબી શેખ

પાલિકામાં ચતુષ્કોણીય જંગમાં ઓછું મતદાન કોંગ્રેસને હંફાવશે ?
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10ની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સાથે આપ અને AIMIM ના ઉમેદવારોએ પણ ઝંપલાવ્યું છે. ત્યારે આ બેઠક પર ચતુષ્કોણીય જંગ ખેલાયો છે. નોંધનિય છે કે, કોંગ્રેસનો ગઢ ગણાતાં આ વોર્ડમાં ગત ચૂંટણીમાં ચાર પૈકી AIMIMને એક સીટ મળી હતી. ઉપરાંત લોકોની મતદાનમાં નિરસતા આ વખતે કોંગ્રેસન હંફાવે તેમ લાગી રહ્યું છે.

મૃતક ઉમેદવારે સૌથી વધુ મત મેળવ્યાં હતાં
પાલિકાના વોર્ડ નંબર 10 ની મહિલા બેઠક કોંગ્રેસનો ગઢ છે. કોંગી મહિલા સભ્ય સ્વ. અસમાબેન ઇકબાલ શેખ 28 ફેબ્રુઆરી 2021 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી વધુ 4319 મતોથી વિજેતા થયા હતા. પાલિકાના વોર્ડ નંબર 10 ની મહિલા બેઠક કોંગ્રેસનો ગઢ છે. કોંગી મહિલા સભ્ય સ્વ. અસમાબેન ઇકબાલ શેખ 28 ફેબ્રુઆરી 2021 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી વધુ 4319 મતોથી વિજેતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...