સેવા સેતુ કાર્યક્રમ:વરેડીયા ગામે સેવાસેતુમાં 600 લાભાર્થીને સરકારની વિવિધ યોજનાનો સ્થળ પર લાભ

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના મામલતદારે વિવિધ યોજના અંગે લોકોને સમજ આપી

હાલ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં લોકોને શહેરની કચેરીઓ સુધી પહોંચવું ન પડે અને ઘર આંગણે સેવાનો લાભ લોકો લઇ શકે તેવા શુદ્ધ હેતુસર સેવા સેતુ કાર્યક્રમો ભરૂચ તાલુકાના વરેડીઆ ખાતે વરેડીઆ ની આજુબાજુના 8 ગામો માટે આજ રોજ પ્રાથમિક શાળા ખાતે સાતમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં આશરે 600 જેટલા લાભાર્થીઓએ આ કર્યક્રમ નો લાભ લીધો હોવાનું જાણવા મળે છે આ કર્યક્રમમાં આવકના દાખલ ,આધાર કાર્ડ નવા તથા આધારકાર્ડમાં સુધારા વધારા , રેશન કાર્ડ ને લગતી કામગીરી વિગેરે કામો કરવામાં આવ્યા હતા લોકો સવારથીજ પોતપોતાના કામે આવી પહોંચ્યા હતા અને લાંબી કતારો જામી હતી.

આ પ્રસંગે ભરૂચ મામલતદાર રોશની પટેલે સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લોકો લાભ ઉઠાવે તે માટે અનુરોધ કર્યો હતો વરેડીઆ ગામના યુવા સરપંચ ફાજિલા દુધવાલાએ સેવા સેતુ કાર્યક્રમની કામગીરી માટે કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...